રીપોર્ટ@હિંમતનગર: 'હુડા'નો વિરોધ વધું ઉગ્ર બન્યો, 11 ગામના 7 હજાર ભાજપના કાર્યકર્તાઓ રાજીનામુ આપશે

 
વિરોધ
11 ગામના ખેડૂતોની જમીન કપાતના જઈ રહી છે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હિંમતનગરમાં હુડાનો વિરોધ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. સરકાર સાથે બેઠકો યોજવા છતાં કોઈ નિર્ણય ન આવતા હવે હુડા અસરગ્રસ્ત 11 ગામના સાત હજાર જેટલા ભાજપના કાર્યકર્તાઓ અને તમામ હોદ્દેદારો પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સામૂહિક રાજીનામું આપશે.હિંમતનગર વિસ્તારમાં હુડા યોજનાનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા 100 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતો અને અસરગ્રસ્ત 11 ગામોના લોકોએ મોટો નિર્ણય લીધો છે.

સરકાર સાથે બેઠકો યોજવા છતાં કોઈ નિર્ણય ન આવતા હવે આ આંદોલનને ઉગ્ર બનાવાયું છે. સંકલન સમિતિની બેઠકમાં તમામ ખેડૂત આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ ઉગ્ર બન્યા હતા અને સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો. હુડા અસરગ્રસ્ત 11 ગામના સાત હજાર જેટલા ભાજપના કાર્યકર્તાઓ અને તમામ હોદ્દેદારો પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સામૂહિક રાજીનામું આપશે. તમામ કાર્યકર્તાઓ આગામી 20 ડિસેમ્બરે ભાજપ કાર્યાલય ખાતે રાજીનામું સુપરત કરશે. મળતા અહેવાલ પ્રમાણે વેપારી અને બિલ્ડર એસોસિએશન સહિત રાજકીય આગેવાનો હોદ્દેદારોએ ગત 12 ડિસેમ્બરે બંધના એલાનને સંપૂર્ણ રીતે સમર્થન આપવામાં આવ્યું હતું.

હૂડાના વિરોધમાં કોઈપણ પ્રકારના અનિચ્છનિય બનાવને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના નોટિફિકેશન સામે 11 ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ ચાલુ રાખ્યો છે. નોંધનીય છે કે, હુડાના નોટિફિકેશન જાહેર થયા બાદ હુડામાં 11 ગામના ખેડૂતોની જમીન કપાતના જઈ રહી છે જેથી નોટિફિકેશન જાહેર થયું ત્યારથી જ આ 11 ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આ મામલે સરકાર સાથેની બેઠક ગત રોજ નિષ્ફળ ગઈ હતી. ખેડૂતોએ હવે લડી લેવાના મૂડમાં છે.