રિપોર્ટઃ દૈનિક કોરોનાના કેસમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે, બ્રાઝિલ પણ પાછળ રહ્યુ

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં હાલમાં 12 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે જેને લઈને સરકાર પણ ચિંતા અનુભવી રહી છે. રોજના સંક્રમિત કેસની વાત કરીએ તો ભારતમાં રોજ 35-40 હજારની વચ્ચે કેસ આવી રહ્યા છે. ગયા અઠવાડિયે 16-22 જુલાઈમાં ભારતમાં આવેલા રોજના સંક્રમણ કેસની સંખ્યા બ્રાઝિલ કરતાં
 
રિપોર્ટઃ દૈનિક કોરોનાના કેસમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે, બ્રાઝિલ પણ પાછળ રહ્યુ

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં હાલમાં 12 લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે જેને લઈને સરકાર પણ ચિંતા અનુભવી રહી છે. રોજના સંક્રમિત કેસની વાત કરીએ તો ભારતમાં રોજ 35-40 હજારની વચ્ચે કેસ આવી રહ્યા છે. ગયા અઠવાડિયે 16-22 જુલાઈમાં ભારતમાં આવેલા રોજના સંક્રમણ કેસની સંખ્યા બ્રાઝિલ કરતાં પણ વધારે છે. દૈનિક સંક્રમિત કેસની સરખામણીએ ભારતે બ્રાઝિલને પાછળ રાખીને વિશ્વમાં બીજું સ્થાન મેળવી લીધું છે.

ઉલ્લેખનીય છે કે 16-22 જુલાઈ દરમિયાન ભારતમાં 2,69,969 કોરોનાના કેસ આવ્યા છે જ્યારે બ્રાઝિલમાં આ સંખ્યા 2,60, 962 રહી હતી. એના 7 દિવસ પહેલાં પણ 9-15 જુલાઈ સુધીના અઠવાડિયામાં ભારતમાં 2,00,159 કેસ આવ્યા હતા ત્યારે બ્રાઝિલમાં 2,54,713 કેસ હતા. અન્ય તરફ અમેરિકામાં ગયા અઠવાડિયે 4,78,899 કેસ જોવા મળ્યા છે. બ્રાઝિલમાં અત્યારે 22,31,871 કોરોનાના કેસ છે જે ભારતની સરખામણીએ 10 લાખથી પણ વધારે છે. આ સમયે ભારત બ્રાઝિલથી આગળ જઈ શકે નહીં. અમેરિકામાં બ્રાઝિલ અને ભારતની સરખામણીએ વધારે કેસ છે. બુધવારે સુધી અમેરિકામાં 41,00,875 કેસ હતા જ્યારે ભારતમાં 12,38,374 કેસ હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો .

ઉલ્લેખનીય છે કે ભૌગોલિક રીતે જોતાં અમેરિકા દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ છે. બ્રાઝિલ પાંચમા અને ભારત સાતમા સ્થાને છે. જ્યારે દેશના એક ભાગમાં સંક્રમણ ફેલાય છે ત્યારે તે અન્ય ભાગમાં પણ પહોંચે છે. જનસંખ્યાના આધારે ભારત દુનિયાનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. અમેરિકા ત્રીજા અને બ્રાઝિલ છઠ્ઠા સ્થાને છે. નાના અને ઓછા આબાદી વાળા દેશની તુલનામાં ત્રણેય દેશોમાં પ્રતિ વ્યક્તિ સંક્રમણ અને મૃત્યુ સંખ્યા ઓછી છે.

ગુરુવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં 7,82,606 દર્દીઓ સાજા થયા છે અને અત્યારે 3,56,439 દર્દીઓ સંક્રમિત છે. ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદના અધિકારીઓએ જણાવ્યું કે બુધવારે 3,50,823 નું ટેસ્ટિંગ કરાયું હતું. અને સાથે 22 જુલાઇ સુધી કુલ 1,50,75,369નું ટેસ્ટિંગ થઈ હતું. સૌથી વધારે 45720 નવા કેસથી સંક્રમિતોની સંખ્યા 12 લાખથી વધુ થઈ છે. જ્યારે 1129 લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા 29861 થઈ છે. ભારતમાં હાલમાં મૃત્યુદર 2.41 ટકા છે. અને પોઝિટિવિટી રેટ કુલ તપાસમાં સંક્રમિત થયેલાની સંખ્યા 13 ટકા છે.