રીપોર્ટ@આંતરરાષ્ટ્રીય: અફઘાનિસ્તાનથી ભારતીયોને લઇ નીકળેલું વિમાન જામનગર કરશે લેન્ડ, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક અફઘાનિસ્તાની સ્થિતિ વચ્ચે 24 કલાક સુધી વાટાઘાટો કર્યા પછી, ભારતે ભારતીય વાયુસેનાના સી -17 હેવી-લિફ્ટ ગ્લોબમાસ્ટર વિમાનમાં કાબુલમાંથી રાજદ્વારીઓ, અધિકારીઓ અને પત્રકારોની બીજી બેચને બહાર કાઢવામાં સફળતા મેળવી છે. આઇએએફ વિમાનોએ એટીસીનું સંચાલન કરતા અમેરિકી દળોની મદદથી કાબુલના સમય મુજબ સવારે 8 વાગ્યાની આસપાસ હમીદ કરઝાઇ એરપોર્ટ પરથી ઉડાન ભરી
 
રીપોર્ટ@આંતરરાષ્ટ્રીય: અફઘાનિસ્તાનથી ભારતીયોને લઇ નીકળેલું વિમાન જામનગર કરશે લેન્ડ, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અફઘાનિસ્તાની સ્થિતિ વચ્ચે 24 કલાક સુધી વાટાઘાટો કર્યા પછી, ભારતે ભારતીય વાયુસેનાના સી -17 હેવી-લિફ્ટ ગ્લોબમાસ્ટર વિમાનમાં કાબુલમાંથી રાજદ્વારીઓ, અધિકારીઓ અને પત્રકારોની બીજી બેચને બહાર કાઢવામાં સફળતા મેળવી છે. આઇએએફ વિમાનોએ એટીસીનું સંચાલન કરતા અમેરિકી દળોની મદદથી કાબુલના સમય મુજબ સવારે 8 વાગ્યાની આસપાસ હમીદ કરઝાઇ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂત રુદ્રેન્દ્ર ટંડન 120 અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓ સાથે ફ્લાઇટમાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લઈને નિકળેલુ એરફોર્સનું વિમાન જામનગર લેન્ડ કરશે. જે બાદ જામનગરથી વિમાન હિંડન એરબેઝ રવાના થશે. જ્યારે મોદી સરકાર સમગ્ર કામગીરી અંગે ચુપ છે, ત્યારે C-17 તમામ વિસ્તાપિતો સાથે ભારતીય હવાઈ ક્ષેત્રમાં સવારે 11 વાગ્યે (IST) પાર કરશે અને જામનગર ખાતે ઉતરશે. IAF વિમાન, જે લગભગ 800ની પેસેન્જર ક્ષમતા ધરાવે છે, બપોરે 1 વાગ્યાની આસપાસ દિલ્હી પહોંચવાની ધારણા છે. ભારતીયોની પ્રથમ બેચ રવિવારે એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કાબુલમાં કોઈ ચેન ઓફ કમાન્ડ ન હોવાને કારણે, ભારતીય વિદેશ મંત્રાલય (MEA) અને સુરક્ષા અધિકારીઓએ સોમવારથી HKI એરપોર્ટ પર વિસ્થાપિતોને લાવવાનું શરૂ કર્યું છે. સોમવારે વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યું હતું કે, ભારત સરકાર અફઘાનિસ્તાનની સ્થિતિ પર ‘નજીકથી નજર રાખી રહી છે’. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં કાબુલમાં પરિસ્થિતિ ઝડપથી બગડી છે. તેમણે ટ્વીટ દ્વારા માહિતી આપી હતી કે મંત્રાલયે અફઘાનિસ્તાનથી ભારત પરત ફરવા અને અન્ય વિનંતીઓ માટે ખાસ અફઘાનિસ્તાન સેલ તૈયાર કર્યો છે. આ સાથે તેણે ઈ-મેલ આઈડી અને ફોન નંબર પણ શેર કર્યો હતો.