રીપોર્ટ@આંતરરાષ્ટ્રીય: મ્યાનમાર તખ્તોપલટ, સેનાએ રાષ્ટ્રપતિ તથા કાઉન્સિલરની કરી ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક મ્યાનમારની સેનાએ સોમવારે ઉચ્ચ નેતા આંગ સાન સુ કીની ધરપકડ કરી તખ્તો પલ્ટી નાખ્યો છે. સેનાએ જાહેરાત કરી છે કે એક વર્ષ માટે ઇમરજન્સી સ્ટેટ હેઠળ દેશનુ નિયત્રણ પોતાના હાથમાં લેવામાં આવ્યુ છે. નાગરીકો દ્વારા ચુંટાયેલ સરકાર અને સેના વચ્ચે તણાવ વધતા આ પગલુ ભરવામાં આવ્યુ હતુ. મ્યાનમારની સેનાએ ચુંટણીમાં
 
રીપોર્ટ@આંતરરાષ્ટ્રીય: મ્યાનમાર તખ્તોપલટ, સેનાએ રાષ્ટ્રપતિ તથા કાઉન્સિલરની કરી ધરપકડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મ્યાનમારની સેનાએ સોમવારે ઉચ્ચ નેતા આંગ સાન સુ કીની ધરપકડ કરી તખ્તો પલ્ટી નાખ્યો છે.  સેનાએ જાહેરાત કરી છે કે એક વર્ષ માટે ઇમરજન્સી સ્ટેટ હેઠળ દેશનુ નિયત્રણ પોતાના હાથમાં લેવામાં આવ્યુ છે. નાગરીકો દ્વારા ચુંટાયેલ સરકાર અને સેના વચ્ચે તણાવ વધતા આ પગલુ ભરવામાં આવ્યુ હતુ. મ્યાનમારની સેનાએ ચુંટણીમાં ધાંધલી થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. સેનાએ આ સિવાય રાષ્ટ્રપતિ યુ વિન મ્યિંટ સહિત અનેક નેતાઓની ધરપકડ કરી છે. મ્યાનમારમાં સેનાનુ સાશન લાગુ થયુ છે જેમાં ઘોષણા મુજબ કમાંડર ઈન ચીફ ઓફ ડિફેંસ સર્વિસીઝ મિન-ઓંગ-લૈંગના હાથમાં સત્તા રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મ્યાનમારમાં તખ્તોપલટ થતાં અનેક લોકશાહી દેશોએ ચીંતા વ્યક્ત કરી હતી. જેમાં ભારતે પણ ચીંતા વ્યક્ત કરતાં જણાવ્યુ છે કે, કાયદાનુ શાસન તથા લોકશાહી પ્રક્રિયાને સમર્થન આપવુ જરૂરી છે.

 

મ્યાનમારમાં 8 નવેમ્બરના રોજ ચુંટણી યોજાઈ હતી. જેમાં સત્તારૂઢ પાર્ટી નેશનલ લીગ ફોર ડેમોક્રેસીને 476 માંથી 396 સીટો મળી હતી. ત્યાર બાદ કાઉન્સીલર તરીકે આંગ-સાન-સુ-ચી ને 5 વર્ષ માટે સરકાર બનાવવાનો મોકો મળ્યો હતો. સેનાની સમર્થન વાળી યુનિયન સોલિડેરિટી એન્ડ ડેવલોપમેન્ટ પાર્ટીને 33 શીટો જ મળી હતી. જેથી સેનાએ પણ સાર્વજનીક રીતે ચુંટણીમાં ધાંધલીના આરોપ મુક્યા હતા.ગત અઠવાડીયે સેનાના એક પ્રવક્તાએ કહ્યુ હતુ કે, નવેમ્બરમાં યોજાયેલ ચુંટણીમાં વ્યાપક રીતે થયેલ ગેરરીતીઓને નજરઅંદાજ કરવામાં આવશે તો તખ્તાપલટની સંભાવનાને નકારી શકાય એમ નથી. આ સ્ટેટમેન્ટ બાદ મ્યાનમારમાં રાજનીતિક ચીંતાઓ વધી ગઈ હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મ્યાનમારના યંગુનમાં સિટી હોલની બહાર સૈનીકોની તૈનાતી કરવામાં આવી છે. આ સિવાય પણ દેશના અન્ય શહેરોમાં પણ સૈન્યની તૈનાતીથી ચીંતાઓ વધવા લાગી છે. દરમ્યાન દેશ દ્વારા સંચાલિત MRTV ટેલીવિઝને 1 ફેસબુક પોસ્ટમાં જણાવ્યુ હતુ કે, ટેકનીકલ મુદ્દાને લઈ પ્રસારણ કરવામાં અસમર્થતા આવી છે. મ્યાનમારના કમાંડર ઈન ચીફ મિન આંગ લૈંગે બુધવારના રોજ તેમના ભાષણમાં કહ્યુ હતુ કે, જો કાયદાને સરખી રીતે લાગુ કરવામાં નહી આવે તો બંધારણને રદ કરી શકાય છે.