રીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે જામનગરમાં રાતોરાત એસપી બદલાતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. સ્થાનિક ચર્ચા મુજબ માફિયારાજને ડામવા માટે અચાનક અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP દિપન ભદ્રનની જામનગર SP તરીકે બદલી કરવામાં આવી છે. આ તરફ જામનગરના SP શ્વેતા શ્રીમાળીને હટાવીને જામનગરમાં જ SRP ગ્રુપ 17માં મૂકાયા છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
 
રીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે જામનગરમાં રાતોરાત એસપી બદલાતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. સ્થાનિક ચર્ચા મુજબ માફિયારાજને ડામવા માટે અચાનક અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP દિપન ભદ્રનની જામનગર SP તરીકે બદલી કરવામાં આવી છે. આ તરફ જામનગરના SP શ્વેતા શ્રીમાળીને હટાવીને જામનગરમાં જ SRP ગ્રુપ 17માં મૂકાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના ત્રણ IPS અધિકારીઓની અચનાક બદલી થતાં પોલીસ બેડામાં આ બદલીઓ ચર્ચાનો વિષય બની ગયો છે. અમદાવાદ શહેરના ક્રાઈમ બ્રાન્ચના મહત્વના DCP પદેથી દિપન ભદ્રનને જામનગર SP મૂકાયા છે. મહત્વનું છે કે શ્વેતા શ્રીમાળીની ગત મહિને જ જામનગર SP તરીકે નિમણૂક થઈ હતી ત્યારે ટૂંક સમયમાં જ તેમની બદલી કરાવી દેતાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યાં છે. આ સાથે જામનગર SRPF ગ્રુપ 17માં ફરજ બજાવતા K.A નીનામાની કેવડિયા કોલોની SRPF ગ્રુપ 7 ખાતે બદલી કરાઈ છે.

રીપોર્ટ@જામનગર: રાતોરાત બદલાયા SP, શ્વેતા શ્રીમાળીની જગ્યાએ દિપન ભદ્રન
જાહેરાત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, દિપન ભદ્રનને જામનગર ખાતે મૂકવાનો આદેશ દિલ્હીથી આવ્યો છે. એક મિડીયા રીપોર્ટ અનુસાર માફિયારાજને ડામવા માટે દિલ્હીના આદેશ પર અમદાવાદના સિનિયર IPS અધિકારીને જામનગર ખાતે મૂકવામાં આવ્યાં છે. આ તરફ જામનગર SP તરીકે શ્વેતા શ્રીમાળીની ગત ઓગસ્ટ મહિનામાં જ નિમણૂક થઈ હતી. 2010 બેચના IPS અધિકારી શ્રીમાળીને ડાંગ-આહવાથી બદલી કરાઈને જામનગર SP તરીકે મૂકાયા હતાં. ત્યારે ફરીથી તેમની બદલી કરીને જામનગરમાં જ SRP ગ્રુપ 17માં મૂકાયા છે. શ્વેતા શ્રીમાળીના પતિ સુનિલ જોશી દ્વારકાના SP છે જેના કારણે તેમને જામનગરમાં જ બદલી મળી ગઈ. જો કે શ્વેતા શ્રીમાળીને લગભગ એક મહિનાની અંદર જ બદલી કરાઈ દેતાં અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યાં છે.