રિપોર્ટ@જૂનાગઢ: ભ્રષ્ટાચારને લઈ બીજેપીના નેતાઓ તંત્ર સામે મેદાને, તડકામાં બેસી અધિકારીનો બરોબરનો ક્લાસ લીધો

 
અધિકારી
અરવિંદ લાડાણીએ પાલિકાના ચીફ ઓફિસર સહિત અધિકારીઓને આડે હાથ લીધા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાજપના એક બાદ એક નેતાઓ તંત્ર સામે મોરચો માંડી રહ્યા છે. સૌરાષ્ટ્રના વધુ એક ધારાસભ્ય તંત્ર સામે પડ્યા છે. માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રિ-મોન્સૂન કામગીરી અને ભ્રષ્ટાચારના મુદ્દાને લઈ મામલતદાર ઓફિસે તડકામાં બેસીને અધિકારીનો બરોબરનો ક્લાસ લીધો હતો. જણાવી દઈએ કે, અરવિંદ લાડાણી ભાજપમાં આવ્યા બાદ ફરી ધારાસભ્ય બન્યા છે.

છેલ્લા અમુક દિવસથી રાજ્યમાં ભ્રષ્ટાચારને લઈ બીજેપીના નેતાઓ તંત્ર સામે મેદાને આવી રહ્યા છે. સંજય કોરડિયા, યોગેશ પટેલ, કુમાર કાનાણી અને અમુલ ભટ્ટ બાદ હવે જુનાગઢ જિલ્લાના માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી તંત્ર સામે આકરા થયા છે. પ્રિ મોન્સૂન કામગીરી સહિત ભ્રષ્ટાચાર મુદ્દે અરવિંદ લાડાણીએ ભારે વિરોધ વ્યક્ત કર્યો હતો.

ધારાસભ્યે મામલતદાર ઓફિસે પહોંચી તડકામાં બેસી અધિકારીનો બરોબરનો ક્લાસ લીધો હતો. પ્રિ-માનસૂન કામગીરી અને ભ્રષ્ટાચાર મામલે સ્થાનિકોની વારંવારની ફરિયાદ બાદ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પાલિકાના ચીફ ઓફિસર સહિત અધિકારીઓને આડે હાથ લીધા હતા. આ સાથે લોક દરબારમાં અધિકારીઓ હાજર ન રહેતા MLA રોષે ભરાયાં હતા. તેઓએ અધિકારીઓને લોકોની ફરિયાદનો નિકાલ કરવા માટે 25 જૂન સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.