રીપોર્ટ@જુનાગઢ: વરસાદને લઈ ગિરનારની લીલી પરિક્રમાં રદ, વહીવટી તંત્ર અને સાધુ-સંતોએ લીધો નિર્ણય

 
ગિરનાર

વરસાદના કારણે પરિક્રમા રૂટ પર કાદવ જોવા મળ્યો

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જૂનાગઢમાં 2 નવેમ્બરના રોજથી લીલી પરિક્રમાનો પ્રારંભ થવાનો છે આ વર્ષે આ પરિક્રમાને સ્થગિત કરાઈ છે, પરિક્રમાં રૂટ પર વરસાદને લઈ કાદવનું સામ્રાજય હોવાના કારણે આ પરિક્રમાં રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, વહીવટી તંત્ર અને સાધુ-સંતો દ્વારા લેવાયો નિર્ણય અને પરિક્રમા રુટ ખરાબ હોવાથી નિર્ણય લેવાયો છે. આ પરિક્રમાના 36 કિમીના રૂટ પર કાદવ જ કાદવ જોવા મળ્યો છે તેને લઈ તંત્ર અને સાધુ સંતોમાં પણ ચિંતા જોવા મળી હતી. કલેકટરે નિર્ણય કર્યો છે કે, આ વર્ષે ફકત સાધુ-સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે, બોરદેવી, જે પરિક્રમા રૂટ પરનો છેલ્લો અને મુખ્ય પડાવ ગણાય છે. ત્યાંથી પરત ફરતી વખતે પણ રસ્તાઓ પર પગપાળા ચાલવું પણ મુશ્કેલ જણાયું હતું.

ગિરનારના આ રૂટ પર કાદવ-કીચડના સામ્રાજ્યને કારણે સામાન્ય માણસોથી લઈને ભારે વાહનો પણ પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી.પરિક્રમાનો 36 કિલોમીટરનો રૂટ અભ્યારણ્યમાંથી પસાર થાય છે. અને તેને વરસાદ પહેલા સંપૂર્ણ તૈયાર કરી લેવામાં આવ્યો હતો. પરંતુ વરસાદના લીધે પરિક્રમા રૂટનું ધોવાણ ચાલુ થઈ ગયું છે. હાલ પરિક્રમા રૂટ ઉપર થોડું થોડું ધોવાણ ચાલુ થયું છે, અને આવી જ સ્થિતિ ચાલુ રહેશે તો, અભ્યારણ્ય વિસ્તારમાં આવેલો પરિક્રમા રૂટનો 80 ટકા વિસ્તાર જે માટીકામથી કરવામાં આવ્યો છે, તે ધોવાઇ ગયો છે, અને માટીકામ ધોવાયું છે તો, પરિક્રમા રૂટ ઉપર વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાય છે. આ વર્ષે 2 નવેમ્બરથી લઈને 5 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે, ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. 36 કિમીની પરિક્રમમાં પ્રથમ પડવા 12 કિમીએ આવે છે. બીજો પડવા આઠ કિમીએ, ત્રીજો પડવા આઠ કિમીએ અને ચોથો પડવા આઠ કિમીએ ભવનાથમાં આવે છે.