રીપોર્ટ@કાંકરેજ: કાશીપુરાના લોકો આઝાદીથી સંઘર્ષમાં, સરકારી ભેદભાવ

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર) કાંકરેજ તાલુકાના કાશીપુરા ગામની હકીકત જોતા વિકાસનો ભયાનક ભેદભાવ સામે આવ્યો છે. આખુ ગામ પાક્કા માર્ગથી સંપર્ક વિહોણુ હોઇ લોકોને આજુબાજુ જવા ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કાશીપુરાથી જોડાયેલા ગામો નજીકના અંતરે હોવા છતાં આટલા વર્ષોથી તંત્રએ પાક્કો બનાવી આપ્યો નથી. ગ્રામપંચાયતે અગાઉ અનેકવાર કરેલી રજૂઆતો અધ્ધરતાલ રહી છે.
 
રીપોર્ટ@કાંકરેજ: કાશીપુરાના લોકો આઝાદીથી સંઘર્ષમાં, સરકારી ભેદભાવ

અટલ સમાચાર, કાંકરેજ (રામજી રાયગોર)

કાંકરેજ તાલુકાના કાશીપુરા ગામની હકીકત જોતા વિકાસનો ભયાનક ભેદભાવ સામે આવ્યો છે. આખુ ગામ પાક્કા માર્ગથી સંપર્ક વિહોણુ હોઇ લોકોને આજુબાજુ જવા ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કાશીપુરાથી જોડાયેલા ગામો નજીકના અંતરે હોવા છતાં આટલા વર્ષોથી તંત્રએ પાક્કો બનાવી આપ્યો નથી. ગ્રામપંચાયતે અગાઉ અનેકવાર કરેલી રજૂઆતો અધ્ધરતાલ રહી છે. સરકારની અનેક યોજનાઓ અને ગ્રાન્ટો વચ્ચે ગામલોકો ઝઝુમી રહ્યા છે.

રીપોર્ટ@કાંકરેજ: કાશીપુરાના લોકો આઝાદીથી સંઘર્ષમાં, સરકારી ભેદભાવ

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ તાલુકાના કાશીપુરા ગામને નજીકના નસરતપુરા, ઇસરવા સહિતના ગામોએ જવા પાક્કો માર્ગ નથી. આઝાદીકાળથી અત્યારસુધી ગામલોકોએ પોતાના ગામથી બહાર નિકળતા પાક્કો માર્ગ જોયો નથી. ચોમાસાં અને ઉનાળા દરમ્યાન ગામના વિધાર્થીઓ, દર્દીઓ, રોજીંદા મુસાફરો અને સ્થાનિક દુકાનદારો આકરો સંઘર્ષ અનુભવી રહ્યા છે. તાલુકા અને જીલ્લા પંચાયત, ધારાસભ્ય, સાંસદ સહિતનાની આખી ફોજ છતાં ગામ પાક્કા માર્ગથી અન્ય ગામ સાથે જોડાઇ શકયુ નથી.

રીપોર્ટ@કાંકરેજ: કાશીપુરાના લોકો આઝાદીથી સંઘર્ષમાં, સરકારી ભેદભાવ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગ્રામ પંચાયત અને મહિલા દૂધ મંડળી વર્ષોથી આજુબાજુના ગામોએ જવા પાક્કો માર્ગ કરાવવા મથી રહ્યા છે. જોકે, જીલ્લા પંચાયત અને રાજકીય આગેવાનોએ ગામને પાક્કા માર્ગથી જોડાવવા માટે નક્કર કામ નહિ કરી સરકારી ભેદભાવ રાખ્યો હોવાના સવાલો ઉભા થયા છે.

રીપોર્ટ@કાંકરેજ: કાશીપુરાના લોકો આઝાદીથી સંઘર્ષમાં, સરકારી ભેદભાવ

વિકાસમાં ભેદભાવ સાથે છેતરપિંડી ?

ગ્રામપંચાયતના પત્રમાં વિકાસના ભેદભાવ સાથે તંત્રએ છેતરપિંડી કરી હોવાનો સવાલ બન્યો છે. કાશીપુરાથી નસરતપુરા 700 મીટર જેટલો મેન્ટલ રોડ અગાઉ કર્યો હતો. છેલ્લા કેટલાય વર્ષોથી આ રસ્તો મેન્ટલનો રાખી ડામરનો કરાયો નથી. નસરતપુરાથી વાયા કાશીપુરા થઇ ઇસરવા વાળો રસ્તો પાક્કો કરવા માટે વારંવાર રજૂઆત કરેલ છે. જોકે રસ્તાની વાત સરકાર સાંભળતી ન હોવાનું ખુદ ગ્રામ પંચાયત જણાવી રહી છે. કાશીપુરા ગામને એકપણ પાક્કો રસ્તો મળેલ ન હોવાથી તંત્ર સામે અનેક સવાલો સ્વાભાવિક બન્યા છે.

રીપોર્ટ@કાંકરેજ: કાશીપુરાના લોકો આઝાદીથી સંઘર્ષમાં, સરકારી ભેદભાવ

મહિલા દૂધ મંડળીની લેખિત રજૂઆતના શબ્દો

કાશીપુરામાં પાકો રસ્તો ન હોવાથી ચોમાસામાં પાણી ભરાઇ જાય છે અને કાદવ-કિચડ જોવા મળે છે. ચોમાસામાં મહિલાઓને ડીલીવરી પ્રસંગે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગામમાં બીમાર વ્યકિતને લઇ જતી વેળાએ પણ ભારે મુશ્કેલી સર્જાય છે. 1961થી ગામમાં શાળા કાર્યરત છે. જે બાળકો આગળ ભણવા માટે રસ્તાની મુશ્કેલીથી જઇ શકતા નથી.