રીપોર્ટ@ખેરાલુ: યુવાનોએ નવરાત્રીમાં યાત્રાધામ અંબાજીનું દ્રશ્ય ગામમાં ઉભુ કર્યુ

અટલ સમાચાર, ખેરાલુ (મનોજસિંહ ઠાકોર) કોરોના મહામારી વચ્ચે ખેરાલુ તાલુકાના ગામે યુવાનો દ્રારા અંબાજી સીટી અને ગબ્બરનું આબેહૂબ દ્રશ્ય ગામમાં ઉભુ કરતાં આસપાસથી લોકો જોવા માટે આવી રહ્યા છે. કોરોનાકાળમાં સરકારે નવરાત્રી પર રોક લગાવતાં ખેલૈયાઓના ચહેરાની રોનક ઉડી ગઇ છે. આ તરફ ખેરાલુ તાલુકાના ગામના આ યુવાનોએ યાત્રાધામ અંબાજીના મેળો, હાઇવે, રસ્તાઓ, ઉડન ખટોલા
 
રીપોર્ટ@ખેરાલુ: યુવાનોએ નવરાત્રીમાં યાત્રાધામ અંબાજીનું દ્રશ્ય ગામમાં ઉભુ કર્યુ

અટલ સમાચાર, ખેરાલુ (મનોજસિંહ ઠાકોર)

કોરોના મહામારી વચ્ચે ખેરાલુ તાલુકાના ગામે યુવાનો દ્રારા અંબાજી સીટી અને ગબ્બરનું આબેહૂબ દ્રશ્ય ગામમાં ઉભુ કરતાં આસપાસથી લોકો જોવા માટે આવી રહ્યા છે. કોરોનાકાળમાં સરકારે નવરાત્રી પર રોક લગાવતાં ખેલૈયાઓના ચહેરાની રોનક ઉડી ગઇ છે. આ તરફ ખેરાલુ તાલુકાના ગામના આ યુવાનોએ યાત્રાધામ અંબાજીના મેળો, હાઇવે, રસ્તાઓ, ઉડન ખટોલા અને ગબ્બરની પ્રતિકૃતિ ગામમાં બનાવતાં હાલતો ઠેર-ઠેર તેમના કામની પ્રશંસા થઇ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@ખેરાલુ: યુવાનોએ નવરાત્રીમાં યાત્રાધામ અંબાજીનું દ્રશ્ય ગામમાં ઉભુ કર્યુ

મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના બાજપુરા (કુડા) ગામેયુવાનો દ્વારા સમગ્ર અંબાજી ધામ અને ગબ્બરનું આયોજન ગામમાં જ કરતાં આજુબાજુના લોકો જોવા માટે ઉત્સુકતાથી આવી રહ્યા છે. બાજપુરાના યુવાનો દ્વારા ગબ્બરનુ આયોજન ઝીણવટથી નિરીક્ષણ કરીએ તેવુ લાગી રહ્યુ છે. આ સાથે અંબાજી સીટી, હાઈવે, રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટ, અંબાજીની ઝૂંપડપટ્ટી, ઉડન ખટોલા, મેળાનું સ્થળ સાથે સાથે અંબાજીનો ગબ્બર અને ગબ્બર પર માં અંબાજીનું મંદિર તથા સમગ્ર ગબ્બરપરિક્રમા દરમ્યાન રસ્તામાં આવતા તીર્થસ્થાનોનું ખૂબ જ ઝીણવટથી બાજપુરા ગામના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે.

રીપોર્ટ@ખેરાલુ: યુવાનોએ નવરાત્રીમાં યાત્રાધામ અંબાજીનું દ્રશ્ય ગામમાં ઉભુ કર્યુ

સૂત્રોએ જણાવ્યું હતુ આ આયોજન માટે બાજપુરા ગામના ચાર-પાંચ યુવાનોએ અંબાજી જઈને સમગ્ર સ્થિતિનું નિરિક્ષણ કરી ત્યારબાદ પોતાના ગામમાં આ કામગીરી એક મહિના અગાઉ ચાલુ કરી હતી. જ્યારે કોઈ આજુબાજુથી મુલાકાત કરે ત્યારે સમગ્ર ગ્રામજનો સહિત આ નવયુવાન એમને આ વિશે માહિતગાર કરે છે.

રીપોર્ટ@ખેરાલુ: યુવાનોએ નવરાત્રીમાં યાત્રાધામ અંબાજીનું દ્રશ્ય ગામમાં ઉભુ કર્યુ

આ સાથે ભવિષ્યમાં કોઈ આ લોકોની કામગીરી જોઈને બીજું કંઈ કામકાજ મળે તેવી પણ ગ્રામજનોએ આશા વ્યક્ત કરી તેમના ટેલેન્ટને બિરદાવ્યું હતું.

રીપોર્ટ@ખેરાલુ: યુવાનોએ નવરાત્રીમાં યાત્રાધામ અંબાજીનું દ્રશ્ય ગામમાં ઉભુ કર્યુ