રીપોર્ટ@કચ્છ: એડવોકેટની હત્યા મામલે પોલીસ પર આક્ષેપો વચ્ચે સીટની રચના

અટલ સમાચાર, ભૂજ રાપરમાં શુક્રવારે સાંજે એડવોકેટ દેવજીભાઈની થયેલી જાહેર હત્યાના ભારત સહિત દેશ વિદેશમાં પણ પડઘા પડ્યાં છે. પોલીસ તમામ આરોપીઓની ધરપકડ નહીં કરતી હોવાના આક્ષેપો વચ્ચે રેન્જ આઇજીપી જે.આર.મોથલીયાની અધ્યક્ષસ્થાને સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. દેવજીભાઇ મહેશ્વરીની હત્યાને લઇ સામાજીક સંગઠનો અને સમાજ સહિત પરિવારજનોમાં ભારે આક્રોશની સ્થિતિ વચ્ચે હવે સીટને
 
રીપોર્ટ@કચ્છ: એડવોકેટની હત્યા મામલે પોલીસ પર આક્ષેપો વચ્ચે સીટની રચના

અટલ સમાચાર, ભૂજ

રાપરમાં શુક્રવારે સાંજે એડવોકેટ દેવજીભાઈની થયેલી જાહેર હત્યાના ભારત સહિત દેશ વિદેશમાં પણ પડઘા પડ્યાં છે. પોલીસ તમામ આરોપીઓની ધરપકડ નહીં કરતી હોવાના આક્ષેપો વચ્ચે રેન્જ આઇજીપી જે.આર.મોથલીયાની અધ્યક્ષસ્થાને સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. દેવજીભાઇ મહેશ્વરીની હત્યાને લઇ સામાજીક સંગઠનો અને સમાજ સહિત પરિવારજનોમાં ભારે આક્રોશની સ્થિતિ વચ્ચે હવે સીટને દર 15 દિવસે ગુનાની તપાસની પ્રગતિનો અહેવાલ આપવા સુચન કરાયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દેવજીભાઇ મહેશ્વરીની હત્યા કેસમાં રચાયેલી સીટના વડા તરીકે રેન્જ આઇજીપી જે.આર. મોથલીયા, કન્વિનર તરીકે પૂર્વ કચ્છ એસપી મયૂર પાટીલ, તપાસનીશ અધિકારી તરીકે ડીવાયએસપી વી.આર.પટેલ, સભ્ય તરીકે પાટણના ડીવાયએસપી જે.ટી.સોનારા તેમજ રાપરના સીપીઆઈ ડી.એમ.ઝાલા,રાપર પીએસઆઈ સી.બી.રાઠોડ અને અંજાર પીએસઆઈ એમ.એમ.જોશી સહિત સાત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, સમગ્ર ઘટનાને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ વખોડી કાઢી છે. વિનોદ ચાવડાએ જણાવ્યુ હતુ કે, પૂર્વ કચ્છના રાપર મધ્યે ધારાશાસ્ત્રી દેવજીભાઈ મહેશ્વરીની સરાજાહેર કરપીણ હત્યા થઈ છે. દેવજીભાઈ મહેશ્વરી ધ ઓલ ઈન્ડીયા બેકવર્ડ તેમજ માઈનોરીટી કોમ્યુનીટી એમ્પોલોઈઝ ફેડરેશનના કાર્યકતા અને ઈન્ડિયન લોયર એસોસિએશનના અધ્યક્ષ દલિતો અને આદીવાસીઓના અધિકારો માટે કામ કરતાં હતા અને સરળ સ્વભાવ ધરાવતા સેવાભાવી યુવાનની હત્યા એ વખોડવા પાત્ર ગુન્હો છે. સાંસદ વિનોદભાઈ ચાવડાએ પોલીસ અધીકારીઓ અને ગૃહમંત્રી પાસે રજુઆત કરી આ હત્યામાં સંડોવાયેલા વ્યક્તિઓ પર કડકમાં કડક કાર્યવાહી અને તાત્કાલીક અસરથી ધરપકડ થાય માટે રજુઆત કરવામાં આવી છે.