કાર્યવાહી@કચ્છ: 21 હજાર કરોડ રૂપિયાની બ્લેક મની ભારત બહાર મોકલવાનું કૌભાંડ ઝડપાયું

આ કેસમાં ઘણાં અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ ડીઆરઆઈના અધિકારીઓએ કંડલા અને મુન્દ્રા પોર્ટ પર દરોડા પાડીને 21 હજાર કરોડ રૂપિયાની બ્લેક મની ભારત બહાર મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ કાનૂની કાર્યવાહી હાથ ધરીને ત્રણની ધરપકડ કરી છે. આ કેસમાં ઘણાં ક્લાસ વન અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી છે.
આ કૌભાંડમાં અન્ય એજન્સીઓ ઊંઘતી રહી પણ DRI સપાટો બોલાવ્યો ડીઆરઆઈના અધિકારીઓએ જણાવ્યું કે, 'મુન્દ્રા પોર્ટ પર વિદેશથી આવેલા 50 બોગસ કંપનીઓના વોલપેપર, સર્જીકલ આઈટમ સહિતની અનેક વસ્તુઓનું ઓવર વેલ્યુએશન કરીને નિયમ મુજબ પેમેન્ટ કરીને બ્લેક મની ભારત બહાર મોકલી જેવાયા હતા. આ સમગ્ર કેસમાં ડી આર આઈ એ તપાસ કરીને કેરી ઈન્ડો લોજિસ્ટિકના માલિક સુનીલ જોઈસર, સુનિલ ગોહિલ અને કસ્ટમ હાઉસ એજન્ટ મુકેશની ધરપકડ કરીને રિમાન્ડ પર લીધા છે. આ ઉપરાંત બીજા બે અધિકારીઓ આશિષ ઠક્કર અને આકાશ કુમારની પણ સંડોવણી બહાર આવી છે.
21 હજાર કરોડ રૂપિયાનું કાળું નાણું ભારત બહાર ગયું હોવા છતાં ઈન્કમટેક્સ વિભાગ અને ઈડીના અધિકારીઓને કોઈ જાણ પણ થઈ નથી અને તમામ સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઊંઘતા ઝડપાયા છે. હાલ ડીઆરઆઈની તપાસ ચાલી રહી છે. પરંતુ હજુ સુધી ક્લાસ વન અધિકારીઓ આઈઆરએસ અધિકારીઓ જે તે વખતના કસ્ટમના કમિશનર એડિશનલ કમિશનરની સામે પણ કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. 21 હજાર કરોડ રૂપિયાના હવાલા કૌભાંડમાં આઇઆરએસ અધિકારીઓ મોટી સંખ્યામાં લાંચની રકમ લઈને ભારત બહાર બ્લેક બની મોકલવામાં મદદગારી કરી છે તેમ છતાં હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.