રીપોર્ટ@લાખણી: કથિત શૌચાલય કૌભાંડમાં વળાંક, મૌખિક પુછપરછથી સંતોષ

અટલ સમાચાર,મહેસાણા લાખણી તાલુકામાં કથિત શૌચાલય કૌભાંડમાં તપાસ સહિતની બાબતે અનેક સવાલો અને આશંકાઓ યથાવત છે. આ દરમ્યાન સત્તાધિશોએ ચિંતામાં આવી અંતિમ તબક્કામાં દોડધામ આદરી છે. ટીડીઓની પુછપરછમાં સંબંધિત કર્મચારીઓએ સંતોષકારક હોવાનો દાવો વ્યક્ત કર્યો છે. મૌખિક પુછપરછ કર્મચારીઓએ કથિત શૌચાલય કૌભાંડમાં ટીડીઓને જે જવાબો આપ્યા તેનાથી સંતોષ મેળવી લેવાયો છે. જેનાથી વધુ તપાસની સંભાવના
 
રીપોર્ટ@લાખણી: કથિત શૌચાલય કૌભાંડમાં વળાંક, મૌખિક પુછપરછથી સંતોષ

અટલ સમાચાર,મહેસાણા

લાખણી તાલુકામાં કથિત શૌચાલય કૌભાંડમાં તપાસ સહિતની બાબતે અનેક સવાલો અને આશંકાઓ યથાવત છે. આ દરમ્યાન સત્તાધિશોએ ચિંતામાં આવી અંતિમ તબક્કામાં દોડધામ આદરી છે. ટીડીઓની પુછપરછમાં સંબંધિત કર્મચારીઓએ સંતોષકારક હોવાનો દાવો વ્યક્ત કર્યો છે. મૌખિક પુછપરછ કર્મચારીઓએ કથિત શૌચાલય કૌભાંડમાં ટીડીઓને જે જવાબો આપ્યા તેનાથી સંતોષ મેળવી લેવાયો છે. જેનાથી વધુ તપાસની સંભાવના નજરઅંદાજ કરવાનો સૌથી મોટો દાવ ખેલાયો હોવાનું મનાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકામાં સખીમંડળોના માધ્યમથી અનેક શૌચાલયો ઉભા કરવામાં આવ્યા હતા. વર્ષ 2019 દરમ્યાન સખીમંડળોને સરેરાશ 50 લાખથી વધુનું ચુકવણું કર્યા મામલે સૌથી વધુ મુંઝવણ અને સવાલો છે. સ્થાનિક પરિબળોની કથિત કૌભાંડ ખુલ્લું કરવાની મહેનત વચ્ચે કાયદાકીય બાબતો પણ ચાલી રહી છે. ટીડીઓની ભુમિકા નિષ્ફળ હોવાનુ સમજી સ્થાનિક અરજદારે કોર્ટ સુધી મામલો પહોંચાડી દીધો છે. આ દરમ્યાન અટલ સમાચાર ડોટ કોમના રીપોર્ટને પગલે ટીડીઓ મૌખિક પુછપરછમાં લાગ્યા છે.

રીપોર્ટ@લાખણી: કથિત શૌચાલય કૌભાંડમાં વળાંક, મૌખિક પુછપરછથી સંતોષ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, લાખણી ટીડીઓ પી.ડી.સેનમાએ તત્કાલિન કરાર આધારિત કર્મચારીઓને બોલાવી સવાલ-જવાબ કર્યા હતા. જેમાં કર્મચારીઓએ તાલુકામાં બધા જ શૌચાલય બરાબર હોવાનો દાવો કરતા ટીડીઓએ હાશકારો મેળવી લીધો છે. આવી સ્થિતિમાં અનેક વિવાદો અને સવાલો છતાં તાલુકા વિકાસ અધિકારીએ યોજનાના કાગળોના આધારે સ્થળ તપાસને નજર અંદાજ કરી છે. અગાઉ એક વાતચીતમાં બે-પાંચ શૌચાલય નહિ બન્યા હોવાનો સ્વિકાર કર્યા વચ્ચે ટીડીઓએ કર્મચારીઓ દ્રારા વલણમાં મોટો વળાંક લીધો છે.