રીપોર્ટ@લાખણી: મનરેગા યોજનામાં કામ કરીને તુટી ગયા, પેમેન્ટ અધ્ધરતાલ

અટલ સમાચાર, લાખણી લાખણી તાલુકાના ગામે મનરેગા યોજના હેઠળ ગામના જોબકાર્ડધારકોએ કામ કર્યુ હતુ. જેની સામે હજુ સુધી કોઇ ચુકવણું થયુ ન હોવાનો આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો છે. જોબકાર્ડધારકોએ સરપંચ વિરૂધ્ધ નાણાંકીય બાબતે ગંભીર આક્ષેપો કરી તાલુકા પંચાયતને રજૂઆત કરી છે. જેને પગલે વિસ્તરણ અધિકારી દ્રારા તપાસ શરૂ કરવામાં આવી છે. રહીશોએ મનરેગા સાથે
 
રીપોર્ટ@લાખણી: મનરેગા યોજનામાં કામ કરીને તુટી ગયા, પેમેન્ટ અધ્ધરતાલ

અટલ સમાચાર, લાખણી

લાખણી તાલુકાના ગામે મનરેગા યોજના હેઠળ ગામના જોબકાર્ડધારકોએ કામ કર્યુ હતુ. જેની સામે હજુ સુધી કોઇ ચુકવણું થયુ ન હોવાનો આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો છે. જોબકાર્ડધારકોએ સરપંચ વિરૂધ્ધ નાણાંકીય બાબતે ગંભીર આક્ષેપો કરી તાલુકા પંચાયતને રજૂઆત કરી છે. જેને પગલે વિસ્તરણ અધિકારી દ્રારા તપાસ શરૂ કરવામાં આવી છે. રહીશોએ મનરેગા સાથે આવાસ યોજનામાં પણ ફોર્મ દીઠ પૈસા ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ કરતા મામલો ગંભીર બની ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@લાખણી: મનરેગા યોજનામાં કામ કરીને તુટી ગયા, પેમેન્ટ અધ્ધરતાલ

બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના ધ્રોબા ગામે મનરેગા અને આવાસ યોજનામાં કથિત ભ્રષ્ટાચારના સંગીન આક્ષેપ અને રજૂઆત થઇ છે. દિવાળી અગાઉ ગામમાં તળાવ ઊંડું કરવા અને આડબંઘ માટે મનરેગાના જોબકાર્ડધારકોએ શ્રમ કર્યો હતો. જેનું ચુકવણું અત્યંત વિલંબમાં ગયુ હોવાની રજૂઆતમાં સરપંચ વિરૂધ્ધ આક્ષેપ થયા છે. બેંકની પાસબુક અને તેનું એટીએમ અગાઉથી જ સરપંચે કબજે કર્યુ હોવાનો જોબકાર્ડધારકોએ સનસનીખેજ આરોપ લગાવતા વહીવટી આલમમાં ચકચાર મચી ગઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મનરેગા સાથે આવાસ યોજનામાં પણ ભ્રષ્ટાચારના નિવેદન સામે આવ્યા છે. ગામના રહીશોએ જણાવ્યુ હતુ કે, સરપંચ અને તેના સાથી મિત્રએ આવાસ યોજનામાં ફોર્મ દીઠ 1100 રૂપિયા ઉઘરાવ્યા હતા. આ પછી ઘણો સમય વિતી જવા છતાં આવાસની સહાય નહિ મળતાં સરપંચને પુછવા જતાં 20,000ની માંગણી કરી હતી. મનરેગા અને આવાસમાં તલાટીને બદલે સૌથી વધુ આક્ષેપ સરપંચ વિરૂધ્ધ કરી તાલુકા પંચાયતને રજૂઆત આપી છે. જેના પગલે વિસ્તરણ અધિકારી દ્રારા તપાસ શરૂ થઇ છે.