રિપોર્ટ@લીમખેડા: મનરેગાની ફરિયાદમાં અહીં નિયમોની ઐસીતૈસી, તપાસમાં ટીડીઓને શું આડે આવે, જાણો બધું

 
Dahod
ગામોમાં મનરેગાના કામો વિશે ફરિયાદ કરાઇ તેમાં તપાસ જ કરી નથી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજનામાં તમામ બાબતે કાયદાકીય જોગવાઈઓ કરેલી છે. મનરેગામાં કોઈ કામ બાબતે કે ગામના કામો બાબતે ફરિયાદ આવે તો ગણતરીના દિવસોમાં તપાસ પૂર્ણ કરવાની હોય છે. અહીં લીમખેડા તાલુકા પંચાયતમાં મનરેગાની અનેકવિધ ફરિયાદો, રજૂઆતોને મહિનાઓ વીતી જવા છતાં તપાસના નામે મીંડું છે. અરજદારે સરકારના હિતમાં કેટલીક બાબતો ધ્યાનમાં મૂકી અને કેટલાક કાગળો માંગ્યા છતાં ટીડીઓ મનસ્વી અર્થઘટન કરી રહ્યા છે. અરજદારે પૂછ્યું કે, 200 કાગળો થોકબંધ નથી તો ટીડીઓ કહે, એપીઓને ફોન કરો. શું ટીડીઓ બારોબાર કાંઈક કરાવવા પ્રેરિત કરે છે? જાણીએ લીમખેડામાં મનરેગાનો તાલુકા પંચાયત દ્રારા થતો વહીવટ.

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં મનરેગાના ઢગલાબંધ કામો અને તેમાં પણ કેટલાક આંગળીના વેઢે ગણાય તેટલા ગામોમાં ઈરાદાપૂર્વક કરોડોના કામો થયા છે. આ બાબતે એક અરજદારે સરકારના હિતમાં એક માહિતી અરજી કરી અને એક તપાસ માંગતી અરજી કરી તેને મહિનાઓ વીતી ગયા અને જે કંઈ થયું કે ના થયું તે જાણીને ચોંકી જશો. આરટીઆઇ અરજીમાં ટીડીઓ કહે છે, 200થી વધુ કાગળો થોકબંધ હોઈ રૂબરૂમાં મળો, એપીઓને ફોન કરો. ટીડીઓ રાવત ઈરાદાપૂર્વક કાગળો આપવા ઇચ્છતા નથી તેનો આ પૂરાવો છે. હવે જે ગામોમાં મનરેગાના કામો વિશે ફરિયાદ કરાઇ તેમાં તપાસ જ કરી નથી. દીન 15 માં તપાસ પૂર્ણ કરવાની જોગવાઈ છતાં લીમખેડા ટીડીઓ રાવત તપાસ જ કરાવી શક્યા નથી. વાંચો નીચેના ફકરામાં વધુ.

સૂત્રોએ જણાવ્યું હતું કે, લીમખેડા તાલુકામાં મનરેગાના કામો એક ચોક્કસ ટોળકી તાલુકાના પીઠબળે કરી રહી છે. અહીંના ગામોના સરપંચો, ડેલિકેટો કે આગેવાનો અંગત રસ લેતાં નથી અને કર્મચારીઓને મનરેગા બાબતે કોઈ દબાણ કરતાં નથી. આ બાબતની તકનો લાભ ઉઠાવી ઠેકેદારની ટોળકી અને કરારી ભેગાં મળીને કાગળ ઉપર ઢગલાબંધ કામો બતાવી ઈરાદાપૂર્વક સૌથી વધુ મટીરીયલ ખરીદીવાળા કામો કરી રહ્યા છે. જો અરજદારે રજૂઆત કરેલ ગામોમાં એકવાર સ્પેશ્યલ તપાસ ટીમ એક એક કામની એકદમ ઝીણવટપૂર્વકની તપાસ કરી જુએ તો ભ્રષ્ટાચારનો ભંડાફોડ થાય તેમ છે. કેમ કે, નજીવી રકમનો પગાર મેળવતાં કરારી અહીં મોંઘીદાટ ગાડીઓમાં ફરી રહ્યા અને કેટલાક કરારી તો વૈભવી જીવન જીવી રહ્યા છે. આટલુ જ નહિ, કરારીના નામે અને કરારીના જોખમે કાયમી વાળા પણ વહેતી ગંગામાં હાથ ધોઈ મનરેગાનો વહીવટ કરી રહ્યા છે. જેનો વધુ એક ઘટસ્ફોટ આવતાં રીપોર્ટમાં જાણીશું.