રીપોર્ટ@મહારાષ્ટ્ર: ગુજરાત કોંગ્રેસ પ્રભારી વેન્ટિલેટર પર, કોવિડની સારવાર છતાં સુધારો નહીવત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવ વેન્ટિલેટર પર છે. કોરોના સંક્રમિત થયા બાદ તેમને પુણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ગુરૂવારે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સાતવની તબિયત નબળી હોવાને કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોવિડ -19 ની સારવાર છતાં પણ તેમની
 
રીપોર્ટ@મહારાષ્ટ્ર: ગુજરાત કોંગ્રેસ પ્રભારી વેન્ટિલેટર પર, કોવિડની સારવાર છતાં સુધારો નહીવત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને સાંસદ રાજીવ સાતવ વેન્ટિલેટર પર છે. કોરોના સંક્રમિત થયા બાદ તેમને પુણેની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ગુરૂવારે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સાતવની તબિયત નબળી હોવાને કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોવિડ -19 ની સારવાર છતાં પણ તેમની તબિયતમાં સુધારો થયો નથી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ રાજીવ સાતવ કોરોનાથી સંક્રમિત થયા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું કે, સામાન્ય લક્ષણો જોવા મળ્યા બાદ કોરોના ટેસ્ટ કરાવ્યો તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે તાજેતરમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કહ્યું છે કે, તેઓ કોવિડ પ્રોટોકોલનું પાલન કરે અને ખુદનો કોરોના ટેસ્ટ કરાવે.