રીપોર્ટ@માલપુર: છેક સ્પેનથી ફરવા આવ્યુ કપલ, ફસાતાં વાતચીતમાં મુશ્કેલી

અટલ સમાચાર, માલપુર માલપુરના જંગલોમાં ગત દિવસે સ્પેનિશ કપલની ગાડી ફસાઇ જવાથી વનવિભાગે તેમને મદદ કરી બહાર નિકાળી હતી. જોકે સ્પેનિશ કપલ કયા કારણોસર જંગલમાં આવ્યુ તેને લઇ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જંગલમાં રોકાયા બાદ સવારે તેમની ટ્રાવેલર ગાડી કાદવમાં ખુંપી જતા તેઓ વનવિભાગની કચેરી પહોંચ્યા હતા. પરંતુ વનકર્મીઓને તેમની ભાષા ખબર નહિ પડતાં તેમને
 
રીપોર્ટ@માલપુર: છેક સ્પેનથી ફરવા આવ્યુ કપલ, ફસાતાં વાતચીતમાં મુશ્કેલી

અટલ સમાચાર, માલપુર

માલપુરના જંગલોમાં ગત દિવસે સ્પેનિશ કપલની ગાડી ફસાઇ જવાથી વનવિભાગે તેમને મદદ કરી બહાર નિકાળી હતી. જોકે સ્પેનિશ કપલ કયા કારણોસર જંગલમાં આવ્યુ તેને લઇ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જંગલમાં રોકાયા બાદ સવારે તેમની ટ્રાવેલર ગાડી કાદવમાં ખુંપી જતા તેઓ વનવિભાગની કચેરી પહોંચ્યા હતા. પરંતુ વનકર્મીઓને તેમની ભાષા ખબર નહિ પડતાં તેમને ગુગલ ટ્રાન્સલેટની મદદથી તેમની ભાષા જાણી અને ગાડી બહાર નીકાળી આપી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@માલપુર: છેક સ્પેનથી ફરવા આવ્યુ કપલ, ફસાતાં વાતચીતમાં મુશ્કેલી

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના રૂધનાથપુરા ગામ નજીક સ્પેશિન કપલે રોકાણ કર્યુ હતુ. વાત્રક નદીના કિનારે રોકાયેલા સ્પેશિલ કપલની મર્સીડીઝ ટ્રાવેલર કાદવમાં ખુંપી જતાં તેઓ મુંઝાયા હતા. આ દરમ્યાન તેમણે વનવિભાગના રોહિત ભારતીય અને રાજુભાઇ નામના કર્મચારીને મળી વાત કરી હતી. જોકે સ્પેનિશ ભાષા ખબર નહિ પડતાં કર્મચારીઓએ ગુગલ ટ્રાન્સલેટ દ્રારા તેમની વાત સમજી ગાડી બહાર નીકાળવાની તજવીજ હાથ ધરી હતી. આ દરમ્યાન અન્ય ગામમાંથી ટ્રેક્ટર લાવી સ્પેનિશ કપલની ટ્રાવેલર ગાડીને બહાર નિકાળતાં કપલના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી.

રીપોર્ટ@માલપુર: છેક સ્પેનથી ફરવા આવ્યુ કપલ, ફસાતાં વાતચીતમાં મુશ્કેલી

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સ્પેનિશ કપલ છેલ્લા ત્રણ દિવસથી જંગલોમાં હોવા છતાં વનવિભાગ તંત્રને કોઇ જાણકાર ન હતી. તો બીજી તરફ ગામલોકોએ પણ આ સ્પેનિશ કપલને જોઇ નજરઅંદાજ કર્યા હોવાનું સામે આવ્યુ છે. આ સાથે સ્પેનિશ કપલે બે દિવસ માલપુરની બજારોમાં પણ ઇલેક્ટ્રિક મોપેડ લઇ આંટો માર્યો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે.