રિપોર્ટ@મહેસાણા: શિક્ષક સંઘ મહામંત્રીના ક્લાસમાંથી બાળકો ગાયબ, મોટી ગેમ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં ખળભળાટ મચાવનાર રિપોર્ટ સામે આવ્યો છે. ઊંઝા તાલુકાની શાળામાં ઓગસ્ટના અંતે બાળકો ગાયબ કરવામાં આવ્યા છે. સંઘ મહામંત્રીના ક્લાસમાંથી અચાનક એલસી લઇ વિદ્યાર્થીઓને ઉઠાવી લેવામાં આવ્યા છે. જેની પાછળ આચાર્ય અને શિક્ષક મહામંત્રી વચ્ચેના ઝગડામાં મોટી ગેમ હોવાનું સામે આવ્યું છે. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાની અમુઢ પ્રાથમિક
 
રિપોર્ટ@મહેસાણા: શિક્ષક સંઘ મહામંત્રીના ક્લાસમાંથી બાળકો ગાયબ, મોટી ગેમ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં ખળભળાટ મચાવનાર રિપોર્ટ સામે આવ્યો છે. ઊંઝા તાલુકાની શાળામાં ઓગસ્ટના અંતે બાળકો ગાયબ કરવામાં આવ્યા છે. સંઘ મહામંત્રીના ક્લાસમાંથી અચાનક એલસી લઇ વિદ્યાર્થીઓને ઉઠાવી લેવામાં આવ્યા છે. જેની પાછળ આચાર્ય અને શિક્ષક મહામંત્રી વચ્ચેના ઝગડામાં મોટી ગેમ હોવાનું સામે આવ્યું છે.

રિપોર્ટ@મહેસાણા: શિક્ષક સંઘ મહામંત્રીના ક્લાસમાંથી બાળકો ગાયબ, મોટી ગેમમહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાની અમુઢ પ્રાથમિક શાળામાં શુક્રવારે અચાનક કેટલાક વાલીઓ દોડી આવ્યા હતા. પોતાના બાળકને ગામની શાળામાં ભણાવવા ઈચ્છતા ન હોવાથી દાખલો લેવા આવ્યા હતા. શાળાનાં મહિલા આચાર્ય સહિતનાએ સમજાવતા વાલીઓએ તાલુકામાંથી દબાણ લાવી જીદ કરી સરેરાશ 10 બાળકોની એલસી લઈ ગયા હતા.

રિપોર્ટ@મહેસાણા: શિક્ષક સંઘ મહામંત્રીના ક્લાસમાંથી બાળકો ગાયબ, મોટી ગેમ

ઓગસ્ટના અંતિમ તબક્કામાં જે બાળકોને અમુઢ પ્રાથમિક શાળામાંથી ઉઠાવી લેવાયા તે પૈકી કેટલાક બાળકો શિક્ષક સંઘ મહામંત્રી વિષ્ણુભાઇ પટેલના ક્લાસના છે. અગમ્ય કારણોસર બાળકોના દાખલ લેવડાવી મહિલા આચાર્યને અસર કરવા મોટી ચાલ રમવામાં આવી હોવાના સવાલો ઉભા થતાં મામલો ગંભીર બન્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી શિક્ષક સંઘ મહામંત્રી વિષ્ણુ પટેલ અને શાળાનાં મહિલા આચાર્ય વચ્ચે તાલમેલ નથી. શાળામાં બાળકોની સંખ્યા ઘટાડવા ઓગસ્ટના અંતે એલસી લેવડાવી દીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મહામંત્રી પરેશાન કરતા હોવાની તપાસ ચાલુ હોઇ આચાર્યને ફાજલ કરવા મોટી ગેમ કોઇના ઈશારે રમાઇ હોવાની આશંકા વ્યક્ત થઈ છે.

શિક્ષક અને મહિલા આચાર્ય વચ્ચે ઝઘડાનું કારણ.

મહિલા આચાર્ય એચટાટ પાસ કરી અમુઢ શાળામાં આવ્યા છે. તેમના અગાઉ મહામંત્રીના નાતે શાળામાં ઇન્ચાર્જ આચાર્ય વિષ્ણુ પટેલનો દબદબો હતો. મહિલા આચાર્ય આવ્યા બાદ નિયમો કડક કર્યા છે. કચવાટ વધી જતાં શિક્ષણમાં રાજકીય ચાલ શરૂ થઈ છે. જેથી વિષ્ણુ પટેલ પરેશાન કરતાં હોવાની ફરિયાદ મહિલા આચાર્યએ કરી છે.

મહામંત્રીએ આચાર્ય ઉપર ઢોળી હાથ અધ્ધર કર્યા

પોતાના ક્લાસમાંથી બાળકોએ દાખલો લઇ લેતા છતાં મહામંત્રી વિષ્ણુ પટેલે આચાર્ય ઉપર નાખ્યું હતું. શાળામાં અચાનક બાળકોની સંખ્યામાં ઘટાડો કરી મહિલા આચાર્યને ફાજલ કરવાની ચાલ સામે પોતાને અલગ કર્યા હતા. જોકે ઝગડો આચાર્ય સાથે હોઇ આશંકા વધી ગઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે એલસી લઇ ગયેલ વાલીઓના બાળકો એકાદ મહિનામાં ફરી એડમિશન લઇ શકે તેવી સંભાવના જોતાં ઘટનાક્રમ શંકાસ્પદ મનાય છે.

ગામના કેટલાક ઇસમો દ્વારા ગર્ભિત ધમકી 

મહિલા આચાર્ય અને શિક્ષક વિષ્ણુ પટેલ વચ્ચેના ઝગડામાં નવીન બાબતો સામે આવી છે. ગામના કેટલાક ઈસમો મહિલા આચાર્યને બદલી કરી જતાં રહેવા જણાવી રહ્યા છે. જેમાં કેટલાકે જો ગામ નહિ છોડો તો જોયા જેવી થશે તેમ કહી ગર્ભિત ધમકીનો ઇશારો કર્યો છે. કેટલાક વર્ષો અગાઉ મહિલા શિક્ષિકા સાથે બનેલી ઘટના તમારી સાથે બની પણ શકે તેવું કહેતાં મહિલા આચાર્ય ગભરાટમાં આવી ગયા છે.