રીપોર્ટ@મહેસાણા: પાલિકાએ બનાવેલા કુત્રિમ કુંડમાં ભક્તોએ માટીના ગણેશજીનું વિસર્જન કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે અનેક જગ્યાએ ભક્તો ગણેશ વિસર્જન કરી રહ્યા છે. મહેસાણા પાલિકા દ્રારા પરા વિસ્તારના તળાવ સાઇડમાં કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં આજે મોટી સંખ્યામાં ભક્તોએ માટીના ગણેશજીની મુર્તિનું વિસર્જન કર્યુ હતુ. પાલિકા દ્રારા કુત્રિમ તળાવમાં વિસર્જન કરવા આવનાર ભક્તોને આભાર માનતું સર્ટીફીકેટ પણ આપવામાં આવી
 
રીપોર્ટ@મહેસાણા: પાલિકાએ બનાવેલા કુત્રિમ કુંડમાં ભક્તોએ માટીના ગણેશજીનું વિસર્જન કર્યું

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે અનેક જગ્યાએ ભક્તો ગણેશ વિસર્જન કરી રહ્યા છે. મહેસાણા પાલિકા દ્રારા પરા વિસ્તારના તળાવ સાઇડમાં કુત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં આજે મોટી સંખ્યામાં ભક્તોએ માટીના ગણેશજીની મુર્તિનું વિસર્જન કર્યુ હતુ. પાલિકા દ્રારા કુત્રિમ તળાવમાં વિસર્જન કરવા આવનાર ભક્તોને આભાર માનતું સર્ટીફીકેટ પણ આપવામાં આવી રહ્યુ છે. આ સાથે એક દાતાના સહયોગથી વિસર્જન કરવા આવનાર ભક્તોને ગણેશજીની મૂર્તિ ભેટ આપવામાં આવી રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણામાં ગણેશ મહોત્સવમાં ભક્તો દ્રારા ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યુ હતુ. જે બાદમાં હવે મૂર્તિ વિસર્જન કરવા આજે ભક્તો પાલિકા દ્રારા બનાવાયેલા કુત્રિમ કુંડ ખાતે પહોંચ્યાં હતા. જ્યાં અત્યાર સુધીમાં 136 ભક્તો દ્વારા કુંડમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું છે.પાલિકા દ્વારા પરા વિસ્તારમાં તળાવ સાઈડમાં એક લાખ લીટર પાણી ક્ષમતાનું 15 બાય 50ની સાઈઝનો કુંડ તૈયાર કરવામાં આવ્યો છે. 11 ફૂટ ઊંડાઈવાળા આ કુંડમાં શનિવારથી માટીની ગણેશજીની મૂર્તિનુ વિસર્જન શરૂ કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં 136 જેટલા ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે.