રીપોર્ટ@મહેસાણા: પોલીસ સંભારણા વીકની ઉજવણીના ભાગરૂપ એકતા દોડનું આયોજન

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે આજે મહેસાણા પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ સંભારણા વીકની ઉજવણીના ભાગરૂપે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જીલ્લા પોલીસવડાએ પોલીસ સંભારણા દિવસે શહાદત વહોરનાર દરેક જવાનને યાદ કરી અંજલી આપી હતી. આ તરફ એકતા દોડમાં અધિકારીઓ, કર્મચારી, તાલીમાર્થી અને એસઆરપી ગ્રુપના સભ્યો જોડાયા હતા. અટલ સમાચાર આપના
 
રીપોર્ટ@મહેસાણા: પોલીસ સંભારણા વીકની ઉજવણીના ભાગરૂપ એકતા દોડનું આયોજન

અટલ સમાચાર, મહેસાણા (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના મહામારી વચ્ચે આજે મહેસાણા પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ સંભારણા વીકની ઉજવણીના ભાગરૂપે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જીલ્લા પોલીસવડાએ પોલીસ સંભારણા દિવસે શહાદત વહોરનાર દરેક જવાનને યાદ કરી અંજલી આપી હતી. આ તરફ એકતા દોડમાં અધિકારીઓ, કર્મચારી, તાલીમાર્થી અને એસઆરપી ગ્રુપના સભ્યો જોડાયા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@મહેસાણા: પોલીસ સંભારણા વીકની ઉજવણીના ભાગરૂપ એકતા દોડનું આયોજન

મહેસાણા જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલના વડપણ હેઠળ આજે પોલીસ સંભારણા વીકની ઉજવણીના ભાગરૂપે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આજે સવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજીત એકતા દોડ પરેડ ગ્રાઉન્ડથી ઝુલેલાલ ચોક, ઝુલેલાલ ચોકથી હૈદરીચોક, હૈદરીચોકથી ધોબીઘાટ, ધોબીઘાટથી પરા, પરાથી આઝાદ ચોક, આઝાદ ચોકથી તોરણવાળી ચોક, તોરણવાડી ચોકથી સ્ટેશન રોડ અને સ્ટેશન રોડથી પરત પરેડ ગ્રાઉન્ડ ફરી હતી.

રીપોર્ટ@મહેસાણા: પોલીસ સંભારણા વીકની ઉજવણીના ભાગરૂપ એકતા દોડનું આયોજન

સમગ્ર મામલે જીલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે, આજે એકતા દિવસે જનતાને એકતાનો મેસેજ આપવામાં આવ્યો છે. પોલીસના ત્યાગ અને સમર્પણને પ્રોત્સાહન આપ્યુ અને પ્રતિકાત્મક દોડનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ફક્ત પોલીસના લોકરક્ષક તાલીમાર્થી અને એસઆરપી ગ્રુપ સહિતના અધિકારીઓ જોડાયા હતા. જોકે કોરોના સંક્રમણ રોકવા અને કોવિડ ગાઇડલાઇનના સુચારૂ પાલનને લઇ જાહેર જનતાને એકતા દોડ અંગે જાણ કરવામાં આવી નહોતી.

રીપોર્ટ@મહેસાણા: પોલીસ સંભારણા વીકની ઉજવણીના ભાગરૂપ એકતા દોડનું આયોજન