રીપોર્ટ@મહેસાણા: ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ફરી એકવાર અનાજ વિતરણ કરાશે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા મહેસાણા કોવિડ 19 સંક્રમણના કપરાકાળમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અન્ન વિતરણ થનાર છે. મહેસાણા જિલ્લામાં 2,95,659 એન.એફ.એસ.એ રાશનકાર્ડ ધરાવનાર 13,14,807 લભાર્થીઓને વિનામૂલ્યે અન્ન વિતરણ કરવામાં આવનાર છે. વન નેશન વન રાશન કાર્ડ યોજના અંતર્ગત લાભાર્થી અન્નથી વંચિત ન રહે તે માટે જિલ્લાની કોઇપણ વાજબી ભાવની
 
રીપોર્ટ@મહેસાણા: ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ફરી એકવાર અનાજ વિતરણ કરાશે

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા કોવિડ 19 સંક્રમણના કપરાકાળમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અન્ન વિતરણ થનાર છે. મહેસાણા જિલ્લામાં 2,95,659 એન.એફ.એસ.એ રાશનકાર્ડ ધરાવનાર 13,14,807 લભાર્થીઓને વિનામૂલ્યે અન્ન વિતરણ કરવામાં આવનાર છે. વન નેશન વન રાશન કાર્ડ યોજના અંતર્ગત લાભાર્થી અન્નથી વંચિત ન રહે તે માટે જિલ્લાની કોઇપણ વાજબી ભાવની દુકાન પરથી અનાજ મેળવી શકશે. વન નેશન વન રાશન કાર્ડ યોજના અંતર્ગત દેશમાં અન્ય રાજ્યોના એન.એફ.એસ.એ રાશનકાર્ડ ધારકો ગુજરાત રાજ્યમાં અન્ન પુરવઠો મેળવી શકશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના કોઇપણ ગામ કે શહેરમાંથી રાશનકાર્ડ નીકાળ્યું હોય પરંતુ ધંધા રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતાં લાભાર્થી સમ્રગ રાજ્યમાં કોઇપણ ગામ કે શહેરમાં આપેલ વાજબી ભાવની દુકાનેથી અન્ન પુરવઠો મેળવી શકશે. આ યોજના અંતર્ગત લાભાર્થી પોતાના બંન્ને હાથના અંગુઠા કે આંગળી પૈકી કોઇપણ હાથના અંગુઠા આંગળીનો ઉપયોગ કરી પોતાની ઓળખ આપી અનાજ મેળવી શકશે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કોવિડ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગ રૂપે 11 મે થી 20 મે દરમ્યાન રાશનકાર્ડ નંબરમાં પાછલા આંકડાની છેલ્લા આંક મુજબ નિયત તારીખ મુજબ રાશન આપવાની ખાસ વ્યવસ્થા કરી છે. જોકે અનિવાર્ય સંજોગોમાં જો કોઇ લાભાર્થી નિયત કરેલ દિવસે વાજબી ભાવની દુકાનેથી તેઓને મળવાપાત્ર આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો મેળવી ન શકે તો તેઓ 21 મે થી 31 દરમિયાન વાજબી ભાવની દુકાનેથી અનાજનો જથ્થો મેળવી શકશે

  1. રાશનકાર્ડના છેલ્લા આંકડાનો નંબર 01 હોય તો 11 મે
  2. રાશનકાર્ડના છેલ્લા આંકડાનો નંબર 02 હોય તો 12 મે
  3. રાશનકાર્ડના છેલ્લા આંકડાનો નંબર 03 હોય તો 13 મે
  4. રાશનકાર્ડના છેલ્લા આંકડાનો નંબર 04 હોય તો 14 મે
  5. રાશનકાર્ડના છેલ્લા આંકડાનો નંબર 05 હોય તો 15 મે
  6. રાશનકાર્ડના છેલ્લા આંકડાનો નંબર 06 હોય તો 16 મે
  7. રાશનકાર્ડના છેલ્લા આંકડાનો નંબર 07 હોય તો 17 મે
  8. રાશનકાર્ડના છેલ્લા આંકડાનો નંબર 08 હોય તો 18 મે
  9. રાશનકાર્ડના છેલ્લા આંકડાનો નંબર 09 હોય તો 19 મે
  10. રાશનકાર્ડના છેલ્લા આંકડાનો નંબર 00 હોય તો 20 મે