આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં કોરોના દર્દીની સંખ્યામાં હવે દૈનિક વિસ્ફોટ થઇ રહ્યો છે. આજે જીલ્લામાં નવા 10 દર્દીઓ નોંધાતા આરોગ્ય તંત્રમાં સંક્રમણ તોડવા દોડધામ મચી છે. આજે મહેસાણામાં પાંચ, કડીમાં ચાર અને બેચરાજી તાલુકામાં એક મળી નવા 10 કેસ સામે આવ્યા છે. આ તરફ આજે નોંધાયેલા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ છે. આ સાથે આજે 8 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોનાને લઇ અનલોકમાં અપાયેલી છૂટને કારણ મહેસાણા જીલ્લામાં હવે દૈનિક કોરોનાના નવા કેસો સામે આવી રહ્યા છે. આજે મહેસાણાના વિસનગર રોડ પર આવેલા મણિધર હોમ્સમાં રહેતાં સંજયભાઇ ચૌધરી(34), તાવડીયા રોડ પર આવેલી પરમેશ્વર સોસાયટીમાં રહેતાં સમુબેન રબારી(62), મોઢેરા રોડ પરના મહેસાણાનગરના બળદેવજી ઠાકોર(59), મોઢેરા રોડ પરની નંદનવન સિટીમાં રહેતા રીપલબેન પટેલ(30) અને નરેન્દ્રભાઇ પટેલ(36)નો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

આ તરફ આજે કડીમાં પણ કોરોનાના નવા ચાર કેસ નોંધાયા છે. જેમાં કડીની બાલાજી રેસીડેન્સીમાં રહેતા દિલીપકુમાર પટેલ(50), નાનીકડીના કૌશલ્ય બંગ્લોઝમાં રહેતાં અંબાલાલ પટેલ(79), વેદ બંગ્લોઝમાં રહેતાં કરશનભાઇ પટેલ(52) અને વાત્સલ્ય સ્ટેટ્સમાં રહેતાં મિતેશ મહેશ્વરી(19)નો સમાવેશ થાય છે. આ સાથે બેચરાજી તાલુકાના રણેલા ગામના લાલાભાઇ પટેલ(56)નો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતાં નાના એવા રણેલાંમા ચિંતાજનક સ્થિતિ બની છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે નોંધાયેલા નવા દર્દીઓના વિસ્તારોમાં અનલોકમાં પણ હવે લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઇ છે. રણેલાં ગામના રહીશોમાં કોરોના ચેપનો ભય હોવાની બહાર આવતાં ડરી રહ્યા છે. જોકે આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા તમામ વિસ્તારોમાં સેનેટાઇઝેશન સહિતની કાર્યવાહી હાથ ધરાઇ છે. મહેસાણા જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 301 કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાંથી 206 લોકો કોરોના સામે જંગ જીતતા તેમને રજા આપવામાં આવી છે. હાલ મહેસાણા જીલ્લામાં 65 એક્ટિવ કેસ છે.

07 Jul 2020, 7:31 AM (GMT)

COVID-19 Global Stats

11,852,077 Total Cases
543,634 Death Cases
6,813,848 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code