આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના નેતૃ્ત્વમાં રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયાના અવસરે પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જનહિતલક્ષી કાર્યક્રમોને અનુલક્ષીને મહેસાણા જિલ્લામાં યોજાનાર કાર્યક્રમોની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે કલેક્ટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી. જે સંદર્ભે મહેસાણા જિલ્લામાં આગામી 01 ઓગષ્ટથી 08 ઓગષ્ટ દરમ્યાન વિવિધ જનલક્ષી કાર્યક્રમો યોજાનાર છે.જે કાર્યક્રમોમાં તમામ વિભાગો સહિત જનજન સહભાગી થનાર છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લામાં 01 ઓગષ્ટ રવિવારે જ્ઞાનશક્તિ દિનની ઉજવણી થનાર છે. શિક્ષણ વિભાગના અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાનાર કાર્યક્રમમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત લાખવડ ઇન્દિરાનગર અને કાંસા 02 પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મહેસાણા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં અંદાજીત 63 લાખથી પણ વધુ વિકાસના કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ થનાર છે. 02 ઓગષ્ટ સોમવારે સંવેદના દિનની ઉજવણી થનાર છે. જે દિવસે જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા દીઠ સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સેવા સેતુ દિવસની ઉજવણી માટે દરેક કાર્યક્રમ માટે નોડલ અધિકારીઓની નિમણુંક કરાઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

04 ઓગષ્ટ બુધવારે મહિલા સશક્તિકરણ દિવસની ઉજવણી થનાર છે. જિલ્લામાં મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત 400 મહિલાઓને લાભ આપાવમાં આવનાર છે. આ યોજના તળે મહિલા ગ્રુપોને 01 લાખનું ધિરાણ આપવામાં આવનાર છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકના માર્ગદર્શનથી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મહેસાણા ટાઉનહોલ અને તાલુકા કક્ષાના કડી ટાઉનહોલ ખાતે, વિજાપુર રોટરી ક્લબ અને વડનગર ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાનાર છે. 05 ઓગષ્ટને ગુરૂવારના રોજ ધરતીપુત્ર સન્માન દિવસની ઉજવણી થનાર છે. મહેસાણા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કડી ખાતે યોજાનાર છે. આ ઉપરાંત બેચરાજી,ઉંઝા,અને વિસનગર ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાનાર છે. કિસાન સૂર્યોદય યોજના, સાત પગલાં ખેડુત કલ્યાણના, પાકૃતિક ખેતી સહિતની યોજનાઓના લાભ આપવામાં આવનાર છે.

06 ઓગષ્ટના શુક્રવારના રોજ યુવા શક્તિ દિનની ઉજવણી થનાર છે.આ કાર્યક્રમમાં રોજગાર મેળા યોજાનાર છે.મહેસાણા ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સહિત મહેસાણા જી.આઇ.ડી.સી અને કડી ખાતે કાર્યક્રમ યોજાનાર છે. 07 ઓગષ્ટ શનિવારના રોજ ગરીબ ઉત્કર્ષ દિનની ઉજવણી થનાર છે. મહેસાણા જિલ્લામાં મહેસાણા ટાઉનહોલ ખાતે 1100 પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ અને 507 ખાતમુર્હુત સહિત જિલ્લાની વિવિધ પાલિકાઓ દ્વારા 200 જેટલા આવાસ યોજનાના લાભાર્થીઓને લાભ મળનાર છે. આ ઉપરાંત આ દિવસે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં કોરોના વોરીયર્સનું સન્માન સહિત મહેસાણા,ઉંઝા અને કડી ખાતે તૈયાર થયેલ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ થનાર છે. 08 ઓગષ્ટને રવિવારના રોજ શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી થનાર છે. મહેસાણા ટાઉનહોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં ચેક વિતરણ સહિત વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાર્પણ થનાર છે.

જિલ્લા કલેકટર દ્વારા આ તમામ કાર્યક્રમો સમયબદ્ધ રીતે અને સુચારૂ રીતે પાર પડે તે માટેની તૈયારીઓ અંગે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બેઠકમાં જણાવ્યું કે, આ અંતર્ગત જિલ્લાના એક પણ લાભાર્થી રહી ન જાય તે માટે વિશેષ કાળજી લેવાની જરૂર છે અને છેવાડાના ગામ સુધી તેનો લાભ પહોંચે તેની તકેદારી રાખવા તેમણે ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશ, નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ.આર.વાળા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક વી.એમ.પ્રજાપતિ, પ્રોબેશન આઇ.એ.એસ કંચન, પ્રાન્ત અધિકારીઓ સહિત સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code