આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહામારી વચ્ચે આજે મહેસાણા જિલ્લા કલેક્ટર એમ.વાય.દક્ષિણીના અધ્યક્ષ સ્થાને કાયદો અને વ્યવસ્થા સહિત રોડ સેફ્ટીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર એમ.વાય.દક્ષિણીએ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લોકાર્પણ થવાના પ્રસંગે અભિનંદન પાઠવી જિલ્લામાં નાગરિકોને સાયબર ક્રાઇમ સામે સલામતી મળે તેવી નેમ વ્યક્ત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લા કલેક્ટર એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં નાગરિકો કોવિડની તમામ માર્ગદર્શિકાનું પાલન કરે તે જરૂરી છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ નાગરિકોને સુખ, શાંતિ અને સલામતીનો અનુભવ કરે તે દિશામાં આપણે સૌ પ્રયત્નશીલ છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં હદપારના કેસો, સી.આર.પી.સીના કેસો,પ્રોહિબીશનના કેસો, પાસાના કેસો સહિત વિવિધ કેસો સંદર્ભે વિગતે ચર્ચા કરાઇ હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ ઉપરાંત હથિયાર પરવાના સંબધી ભૌતિક ચકાસણી, પોસ્કોના કેસો, વળતરના કેસો સંદર્ભે ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત બેઠકમાં રોડ સેફ્ટી સંદર્ભે વિગતે ચર્ચા કરી જરૂરી સુચનો કરાયા હતા. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલ, નાયબ પોલીસ અધિક્ષકો સહિત સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code