રીપોર્ટ@મહેસાણા: જીલ્લાના વહીવટ સામે ગંભીર સવાલો, મુખ્યમંત્રી ચિંતાગ્રસ્ત

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લા કલેક્ટર કચેરી દ્રારા થતો વહીવટ કાચબા ગતિએ હોવાની સ્થિતિ સામે આવી છે. રાજ્યના ગણ્યાંગાંઠ્યાં જીલ્લાઓમાં મહેસાણા પણ વહીવટી દ્રષ્ટિએ પછાત હોવાનું ધ્યાને આવતાં મુખ્યમંત્રી ચોંકી ગયા છે. ડેસબોર્ડમાં રોજેરોજ આવતો રીપોર્ટ જોઇ તાત્કાલિક ધોરણે પાછળ રહેતા જીલ્લાઓનો વહીવટ સુધારવા બેઠક કરી હતી. સીએમ રૂપાણીએ મહેસાણા કલેક્ટરને બોલાવી જે કહ્યુ તેને
 
રીપોર્ટ@મહેસાણા: જીલ્લાના વહીવટ સામે ગંભીર સવાલો, મુખ્યમંત્રી ચિંતાગ્રસ્ત

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લા કલેક્ટર કચેરી દ્રારા થતો વહીવટ કાચબા ગતિએ હોવાની સ્થિતિ સામે આવી છે. રાજ્યના ગણ્યાંગાંઠ્યાં જીલ્લાઓમાં મહેસાણા પણ વહીવટી દ્રષ્ટિએ પછાત હોવાનું ધ્યાને આવતાં મુખ્યમંત્રી ચોંકી ગયા છે. ડેસબોર્ડમાં રોજેરોજ આવતો રીપોર્ટ જોઇ તાત્કાલિક ધોરણે પાછળ રહેતા જીલ્લાઓનો વહીવટ સુધારવા બેઠક કરી હતી. સીએમ રૂપાણીએ મહેસાણા કલેક્ટરને બોલાવી જે કહ્યુ તેને લઇ વહીવટ બાબતે ગંભીર સવાલો ઉભા થયા છે. સમગ્ર બાબતે નિતીન પટેલ બેધ્યાન છે કે કેમ ? તે સૌથી મોટો સવાલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@મહેસાણા: જીલ્લાના વહીવટ સામે ગંભીર સવાલો, મુખ્યમંત્રી ચિંતાગ્રસ્ત

મહેસાણા જીલ્લાનો વહીવટ મુખ્યમંત્રી વિજય રૂપાણીની નજરે ચડી ગયો છે. છેલ્લા કેટલાય સમયથી રીપોર્ટમાં આશાસ્પદ સુધારો નહિ આવતાં મુખ્યમંત્રીએ અન્ય જીલ્લાઓ સાથે મહેસાણા કલેક્ટરને પણ કડક શબ્દોમાં જણાવી દીધુ છે. સીએમ ડેસબોર્ડમાં મહેસાણા કલેક્ટર કચેરી દ્રારા થતી કામગીરી રોજેરોજ પ્રદર્શિત થતી હોઇ વહીવટ ખુલ્લો પડે છે. પારદર્શકતાના ભાગરૂપે શરૂ કરેલી આ ઓનલાઇન પધ્ધતિ દ્રારા વિજય રૂપાણી મહેસાણાનો વહીવટ જોઇ ચોંકી ગયા છે.

રીપોર્ટ@મહેસાણા: જીલ્લાના વહીવટ સામે ગંભીર સવાલો, મુખ્યમંત્રી ચિંતાગ્રસ્ત

સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગૃહ જીલ્લો હોવાથી નિતીન પટેલની ચિંતા વચ્ચે મુખ્યમંત્રી રૂપાણી વધુ ચિંતા કરી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ડેસબોર્ડમાં મહેસાણાનો વહીવટ 1થી 10માં પણ નહિ આવતાં મુખ્યમંત્રી રૂપાણીએ કલેક્ટરને રીપોર્ટ સુધારવા જણાવી દીધુ છે. સૌથી મોટી વાત એ છે કે, મહેસાણા જીલ્લો ભાજપના ગઢ સમાન હોવા છતાં કલેક્ટર કચેરીનો વહીવટ કાચબાગતિએ હોવાનું ધ્યાને લઇ રૂપાણી ચિંતાગ્રસ્ત બન્યા છે. ઉલ્લેખનિય છે કે, મહેસાણા જીલ્લા વહીવટી તંત્રમાં કલેક્ટર કચેરી સંલગ્ન નાગરિકલક્ષી કામગીરી ધીમી હોવાથી ઝડપી કરવા મથામણ છે.

રૂપાણી સમક્ષ મહેસાણાનો નંબર કેટલો છે જાણો

સીએમ ડેસબોર્ડની વિગતોમાં દરેક જીલ્લાના વહીવટનો એક નંબર દૈનિક ધોરણે સામે આવે છે. જેમાં મહેસાણાના નંબર વિશે જીલ્લા ઇન્ફોર્મેટીક અધિકારી પ્રશાંત શર્માએ જણાવ્યુ હતુ કે, ગત 2જી જાન્યુઆરીએ 20 નંબર પર મહેસાણા જીલ્લો હતો. બરાબર આ જ દિવસે રૂપાણીએ મહેસાણા કલેક્ટરને સ્પષ્ટ પરખાવી દીધુ હતુ. મુખ્યમંત્રી વિજય રૂપાણી મહેસાણાને 20 નંબરની જગ્યાએ 1થી 10માં લાવવા મથી રહ્યા છે. જેમાં કલેક્ટરની ભુમિકા સૌથી મોટી હોવાથી રૂબરૂ તેડાવ્યા હતા.