રીપોર્ટ@મહેસાણા: કોરોનાનું આતંકી સ્વરૂપ, 4 મોત સાથે નવા 30 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, મહેસાણા મહેસાણામાં હવે કોરોના વાયરસનો વિસ્ફોટ દૈનિક બન્યો હોય તેમ દરરોજ સરેરાશ 20 જેટલા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લામાં એકસાથે 30 લોકો કોરોના પોઝિટીવ જાહેર થયા છે. આ સાથે દુ:ખદ સમાચાર એ છે કે, જીલ્લામાં આજે કોરોના સામે લડતા 2 પુરૂષ અને 2 મહિલા સહિત 4 લોકોના મોત થયા છે. આ
 
રીપોર્ટ@મહેસાણા: કોરોનાનું આતંકી સ્વરૂપ, 4 મોત સાથે નવા 30 દર્દી ઉમેરાયાં

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં હવે કોરોના વાયરસનો વિસ્ફોટ દૈનિક બન્યો હોય તેમ દરરોજ સરેરાશ 20 જેટલા કેસો સામે આવી રહ્યા છે. આજે જીલ્લામાં એકસાથે 30 લોકો કોરોના પોઝિટીવ જાહેર થયા છે. આ સાથે દુ:ખદ સમાચાર એ છે કે, જીલ્લામાં આજે કોરોના સામે લડતા 2 પુરૂષ અને 2 મહિલા સહિત 4 લોકોના મોત થયા છે. આ તરફ 12 લોકોએ કોરોનાને હરાવતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડી તેમની એકદમ નજીકથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે એકસાથે 30 લોકો કોરોના પોઝિટીવ જાહેર થયા છે. જેમાં સૌથી વધુ શહેરી વિસ્તારમાં 18 અને ગ્રામ્ય વિસ્તારમાં 12 દર્દીઓ સામે આવતાં તેમના સંપર્કમાં આવેલા લોકો ચોંકી ઉઠ્યા છે. જીલ્લામાં કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોય તેમ દરરોજ ડબલ આંકડામાં નવા દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો છે. આજે સૌથી વધુ 25 પુરૂષ અને 5 સ્ત્રીઓ સહિત 30 લોકો પોઝિટીવ જાહેર થતાં તમામને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે.

રીપોર્ટ@મહેસાણા: કોરોનાનું આતંકી સ્વરૂપ, 4 મોત સાથે નવા 30 દર્દી ઉમેરાયાં

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે મહેસાણા જીલ્લામાં એકસાથે 30 દર્દીઓ ઉમેરાતાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યાનું સ્પષ્ટ થયુ છે. આજે મહેસાણા શહેરમાં 10, મહેસાણા તાલુકામાં 5, વિસનગર શહેરમાં 2, ખેરાલુ શહેરના એક જ વિસ્તારમાં 3, કડી શહેરમાં 3, કડી તાલુકામાં 3, વડનગર તાલુકામાં 1, વિજાપુર તાલુકામાં 2 અને બેચરાજી તાલુકામાં 1 મળી નવા 30 દર્દીઓ ઉમેરાયા છે. આ તરફ આજે જીલ્લામાં 12 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે એકસાથે નવા 30 કેસ આવતાં હાલ જીલ્લામાં કુલ 347 એક્ટિવ કેસ છે.

જીલ્લામાં આજે કોરોનાને કારણે 4 લોકોના મોત

મહેસાણા જીલ્લામાં આજે કોરોના આતંકી બન્યો હોય તેમ એકસાથે 4 દર્દીઓનું સારવાર દરમ્યાન મોત થયુ છે. વિસનગરના 78 વર્ષિય સ્ત્રી, મહેસાણા રામોસણા ચોકડી પાસેના 70 વર્ષિય સ્ત્રી, મહેસાણા ગંજબજાર પાછળ રહેતા 65 વર્ષિય પુરૂષ અને મહેસાણા મોઢેરા રોડ પર રહેતાં 66 વર્ષિય પુરૂષનું સારવાર દરમ્યાન મોત થયુ છે. આ તમામ દર્દીઓને મહેસાણાની સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા.