રીપોર્ટ@મહેસાણા: પંચાયત-પાલિકાના 923 ઉમેદવારોનું ભાવિ આજે ખુલશે, મતગણતરી શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક મહેસાણા જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત તેમજ મહેસાણા, કડી, ઊંઝા અને વિસનગર પાલિકાની ચૂંટણીમાં ઇવીએમમાં કેદ કુલ 923 ઉમેદવારોનું ભાવિ આજે ખુલશે. જેમાં કુલ 19,09,975 મત ખુલતાં જિલ્લા પંચાયતની 41 બેઠકના 107 ઉમેદવાર, 10 તાલુકા પંચાયતની 216 પૈકી 206 બેઠકના 505 ઉમેદવાર અને ચાર નગરપાલિકાની 124 બેઠકના 311 ઉમેદવારોનું ભાવિ
 
રીપોર્ટ@મહેસાણા: પંચાયત-પાલિકાના 923 ઉમેદવારોનું ભાવિ આજે ખુલશે, મતગણતરી શરૂ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહેસાણા જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત તેમજ મહેસાણા, કડી, ઊંઝા અને વિસનગર પાલિકાની ચૂંટણીમાં ઇવીએમમાં કેદ કુલ 923 ઉમેદવારોનું ભાવિ આજે ખુલશે. જેમાં કુલ 19,09,975 મત ખુલતાં જિલ્લા પંચાયતની 41 બેઠકના 107 ઉમેદવાર, 10 તાલુકા પંચાયતની 216 પૈકી 206 બેઠકના 505 ઉમેદવાર અને ચાર નગરપાલિકાની 124 બેઠકના 311 ઉમેદવારોનું ભાવિ નક્કિ થશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લામાં મત ગણતરીના કુલ 14 કેન્દ્રો પર આજે સવારે 9 વાગ્યાથી સૌપ્રથમ પોસ્ટલ મતોથી ગણતરી શરૂ થઇ ચુકી છે. જે પૂર્ણ થયા પછી એક પછી એક વોર્ડ-બેઠકની મત ગણતરી હાથ ધરાશે. એક બેઠકનું પરિણામ જાહેર થયા પછી જ આગળની બેઠકની મત ગણતરી હાથ ધરાશે. જેમાં એકસાથે ટેબલદીઠ બુથના ઇવીએમના મતોની મત ગણતરીના રાઉન્ડ ચાલશે અને આખી બેઠક કે વોર્ડની મત ગણતરી પૂર્ણ થયે તેના પરિણામ જાહેર થશે. મહેસાણા જિલ્લા પંચાયતની 10 તાલુકા મથકો ઉપર કુલ 893 કર્મચારીઓ કરશે. 10 તાલુકા પંચાયતના 10 મત ગણતરી કેન્દ્રોમાં કુલ 951 કર્મચારીઓ તેમજ ચાર નગરપાલિકાના કેન્દ્રોમાં કુલ 185 કર્મચારીઓને મત ગણતરીમાં મૂકાયા છે.

જિલ્લા-તાલુકા પંચાયતની મતગણતરી

  1. મહેસાણા – પટેલ એસ.એ.વી આદર્શ કન્યા વિદ્યાલય, પાંચોટ
  2. ઊંઝા – એચ.પી. પટેલ હાઈસ્કૂલ, ઉનાવા
  3. વિજાપુર – આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, પીલવાઈ
  4. ખેરાલુ – કેશુભાઈ પટેલ વિદ્યાસંકુલ એન્ડ કોલેજ, ખેરાલુ
  5. સતલાસણા – આર.એમ. પટેલ આર્ટસ કોલેજ, સતલાસણા
  6. વડનગર – પોલિટેકનિક કોલેજ, વડનગર
  7. કડી – એસ.આર.શાહ કોલેજ ઓફ ફિઝિયોથેરાપી,કડી
  8. જોટાણા – ર્ડા.એન.પી. પટેલ પોલિટેકનિક કોલેજ, જોટાણા

​​​​​​​નગરપાલિકાની મતગણતરી

  1. મહેસાણા : અર્બન વિદ્યાલય, રાજકમલ પેટ્રોલપંપ પાસે, હાઈવે, મહેસાણા
  2. વિસનગર : જી.ડી. હાઈસ્કૂલ, વિસનગર
  3. કડી : ઈશ્વરભુવન હોલ, એન.એસ. પટેલ સંસ્કાર મંડળ સંચાલિત અમૃત વિદ્યાસંકુલ, જૂની આદર્શ હાઈસ્કૂલ, દેત્રોજ રોડ, કડી
  4. ઊંઝા : શ્રી બંસીધર પ્રાથમિક વિદ્યાવિહાર, ઊંઝા