રીપોર્ટ@મહેસાણા: આજે નવા 10 કેસ આવ્યા તો સામે 17 દર્દી સાજા થયાં

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ બેફામ બનતાં આજે નવા 10 કેસ સામે આવ્યા છે. આ તરફ 17 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 4, કડી શહેરમાં 3, કડીના પિરાણા અને રંગપુરડામાં 1-1 અને વિસનગર શહેરમાં 1 મળી નવા 10 દર્દીઓનો ઉમેરો થયા છે. આજે નોંધાયેલા દર્દીઓ સહિત
 
રીપોર્ટ@મહેસાણા: આજે નવા 10 કેસ આવ્યા તો સામે 17 દર્દી સાજા થયાં

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લામાં કોરોના સંક્રમણ બેફામ બનતાં આજે નવા 10 કેસ સામે આવ્યા છે. આ તરફ 17 દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 4, કડી શહેરમાં 3, કડીના પિરાણા અને રંગપુરડામાં 1-1 અને વિસનગર શહેરમાં 1 મળી નવા 10 દર્દીઓનો ઉમેરો થયા છે. આજે નોંધાયેલા દર્દીઓ સહિત જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના 355 કેસ નોંધાયા છે. આ તરફ આજે એકસાથે 17 દર્દી સાજા થતાં રાહત મળી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં અનલોકમાં મળેલી છૂટછાટને પગલે કોરોના કેસોની સંખ્યામાં દૈનિક વધારો થઇ રહ્યો છે. આરોગ્ય તંત્ર દ્રારા આજે નોંધાયેલા દર્દીઓને કોરોનાનો ચેપ ક્યાંથી લાગ્યો તે શોધવા કવાયત હાથ ધરી છે. આ તરફ પોઝિટીવ દર્દીઓના એકદમ નજીકના સંપર્કમાં આવેલા અને દૂરના સંપર્કમાં આવેલા લોકોની શોધવા દોડધામ મચી છે. જીલ્લામાં અત્યાર સુધી 233 લોકો સાજા થતાં તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા તો હાલ જીલ્લામાં કુલ 90 કેસ એક્ટિવ છે.

રીપોર્ટ@મહેસાણા: આજે નવા 10 કેસ આવ્યા તો સામે 17 દર્દી સાજા થયાં

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે મહેસાણાની વૈષ્ણવ સહારા ટાઉનશિપમાં ભવ્ય ચૌધરી(12), સાયોનાપથમાં તેજસ બારોટ (22) સથવારા વાસ,આઝાદ ચોકમાં પાલીબેન સથવારા (58), ટી.બી.રોડની હરિકૃપા સોસાયટીમાં મનિષભાઇ ગુપ્તા(42) પોઝિટીવ જાહેર થયા છે. આ તરફ કડીની ભાગ્યોદય જનરલ હોસ્પિટલના સ્ટાફ ક્વાટર્સમાં અનમ્માં વર્ગીસ(53) પિરાણાના દિલિપભાઇ વાઘેલા (37), નાની કડીની સંતરામ સીટીમાં રીટાબેન પટેલ (44), રાજેશ્વરી સોસાયટીમાં અશ્વિનભાઇ પટેલ (52), રંગપુરડાના ગીતાબેન નાયકા (39) અને વિસનગરના કાંસા એન.એ. વિસ્તારમાં સત્યમેવ રેસીડેન્સીમાં રહેતા મીનલબેન પટેલ(27) નો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.