રીપોર્ટ@મહેસાણા: સંક્રમણ કાબૂ બહાર, આજે નવા 32 કેસ સામે 33 દર્દી સાજા થયા

અટલ સમાચાર,મહેસાણા મહેસાણામાં લોકલ સંક્રમણ કાબૂ બહાર જઇ રહ્યુ હોય તેમ આજે એકસાથે નવા 32 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ આજે જીલ્લામાં નવા 33 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અનલોકમાં મળેલી છૂટને કારણે દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા
 
રીપોર્ટ@મહેસાણા: સંક્રમણ કાબૂ બહાર, આજે નવા 32 કેસ સામે 33 દર્દી સાજા થયા

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણામાં લોકલ સંક્રમણ કાબૂ બહાર જઇ રહ્યુ હોય તેમ આજે એકસાથે નવા 32 કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ તરફ આજે જીલ્લામાં નવા 33 દર્દી સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અનલોકમાં મળેલી છૂટને કારણે દરરોજ ડબલ આંકડામાં નવા કેસો સામે આવી રહ્યા છે. આ તરફ આરોગ્ય તંત્ર દ્રારા તમામ દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપવા કવાયત શરૂ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના એકસાથે નવા 32 કેસ સામે આવ્યા છે. આ તરફ અગાઉ કોરોના પોઝિટીવ જાહેર થયેલા 33 દર્દીઓ આજે સારવાર દરમ્યાન સાજા થતાં તમામને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 6, ઉંઝા શહેરમાં 5, કડી શહેરમાં 1, વિજાપુર શહેરમાં 1 અને
વિસનગર શહેરમાં 2 કેસ સામે આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આજે મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમાં પણ 17 કેસ સામે આવ્યા છે. જેમાં મહેસાણા તાલુકાના પાંચોટ, બલોલ, હરીપુરા(રૂપાલ),છઠીયારડા, આંબલીયાણ, રામોસણા (OG Area) માં 1-1 કેસ, ઉંઝા તાલુકાના મક્તુપુર, શિહીમાં 1-1 અને ડાભીમાં 2 કેસ, કડી તાલુકામાં કલ્યાણ પુરા, કરણનગરમા 1-1 કેસ, વિજાપુર તાલુકામાં પંચાયત પાસે અને કુકરવાડામાં 1-1 અને વિસનગર તાલુકાના કાંસા એનએ અને ભાલકમાં 1-1 કેસ નોંધાયા છે.