આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મોડાસા

મોડાસા પંથકમાં આજે વિવિધ વિકાસલક્ષી કામોના લોકાપર્ણને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવ્યા હતા. આ દરમ્યાન પત્રકારો સાથેની વાતચીતમાં સૌથી મોટો ઘટસ્ફોટ નીતિન પટેલે કર્યો છે. આરટીઓ અને પોલીસ ચેકપોસ્ટ બંધ કરવા મામલે ભ્રષ્ટાચારનો ચોંકાવનારો એકરાર કર્યો છે. નીતિન પટેલના નિવેદનથી સ્પષ્ટ થયુ છે કે, ચેકપોસ્ટોમાં અત્યારસુધી ભ્રષ્ટાચાર અને નાણાંનો ખેલ થતો હતો. જેના કારણે જ ચેકપોસ્ટ બંધ કરી હોવાનું જણાવ્યુ હતુ.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં વિવિધ લોકાપર્ણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આરટીઓ અને પોલીસ ચેકપોસ્ટો બંધ થવાને લઇ ખળભળાટ મચાવી દે તેવું નિવેદન આપ્યુ હતુ. નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, આરટીઓ અને પોલીસ ચેકપોસ્ટ પર ભારે ટ્રાફિક થતો હોવાની સાથે ક્યાંક ગેરરીતિ પણ થતી હતી. સરકારી તિજોરીને ભ્રષ્ટાચારના કારણે જોઈએ તેટલી આવક ન હતી. આનો અર્થ થયો કે, સરકારી આવક બેનામી ઇસમો ઘરભેગી કરતા હોવાથી પ્રાયોગિક ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકારે 23 ડિસેમ્બરે રાજ્યનાં તમામ પોલીસ કમિશનર, તમામ જિલ્લા અધિક્ષક, એટીએસ તથા કોસ્ટલ સિકયુરીટીના વડા સહિતના અધિકારીઓને ફેકસ મેસેજ કરી પોલીસ ચેકપોસ્ટ બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી આંતરરાજ્ય સરહદો ખુલ્લી મૂકી દેવામાં આવતા નધણિયાતિ બનેલી પોલીસ ચોકીઓના કારણે બુટલેગરો મોટા પ્રમાણમાં વિદેશી દારૂ,નશીલા પદાર્થોની હેરાફેરી, ગેરકાયદેસર હથિયારોની અને અસામાજિક તત્વોને ખુલ્લો દોર મળી જતા રાજ્યની સુરક્ષા જોખમાવાની સાથે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડે તો નવાઈ નહીંની ચર્ચાએ જોર પકડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code