રીપોર્ટ@મોડાસા: LCBનો દારૂકાંડ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે રેન્જ આઇજીની બેઠક

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા અરવલ્લી LCBના દારૂકાંડ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ આજે સવારે રેન્જ આઇજી SP કચેરી દોડી આવ્યા હતા. રેન્જ આઇજી અભય ચુડાસમાએ SP સહિત પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ સાથે LCB ઓફીસની મુલાકાત લઇ દારૂકાંડ કેસમાં સમગ્ર તપાસ અને દિશાનિર્દેશ આપી ઝીણવટભરી તપાસના આદેશ આપ્યા છે. નોંધનિય છે કે,
 
રીપોર્ટ@મોડાસા: LCBનો દારૂકાંડ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે રેન્જ આઇજીની બેઠક

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

અરવલ્લી LCBના દારૂકાંડ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ આજે સવારે રેન્જ આઇજી SP કચેરી દોડી આવ્યા હતા. રેન્જ આઇજી અભય ચુડાસમાએ SP સહિત પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ સાથે LCB ઓફીસની મુલાકાત લઇ દારૂકાંડ કેસમાં સમગ્ર તપાસ અને દિશાનિર્દેશ આપી ઝીણવટભરી તપાસના આદેશ આપ્યા છે. નોંધનિય છે કે, શુક્રવારે અરવલ્લી LCB જ કારમાં દારૂ વેચવા નીકળી હોવાનો પર્દાફાશ થતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ઉત્તર ગુજરાતમાં કડી બાદ હવે અરવલ્લી જીલ્લા LCBનો દારૂકાંડ બહાર આવ્યો હતો. શુક્રવારે ગાજણ નજીકથી ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયા બાદ LCBએ દારૂ પોલીસ સ્ટેશન લઈ જવાને બદલે LCB કચેરી ખાતે લાવી કેટલીક પેટીઓ ઓફીસની જુદી જુદી રૂમોમાં ઉતારી અને કેટલીક ખાનગી નંબર વગરની ૫ણ વહીવટદારની કારમાં ભરી પહોંચાડવા કવાયત કરી હતી. જોકે ડ્રાઇવરના નિવેદનને આધારે ટાઉન પોલીસે LCB કચેરીમાં રેઇડ કરી સમગ્ર મામલોનો પર્દાફાર્શ કર્યો હતો.

રીપોર્ટ@મોડાસા: LCBનો દારૂકાંડ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે રેન્જ આઇજીની બેઠક
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સમગ્ર કેસમાં LCB PI આર.કે.પરમાર, વહીવટદાર શાહરૂખ અને 3 પોલીસકર્મી સામે ગુન્હો નોંધાયો હતો. SP સંજય ખરાતે 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા, જ્યારે PI આર.કે.પરમાર, પોલીસ કર્મી અતુલ ભરવાડ અને વહીવટદાર શાહરુખ પોલીસ પકડથી દૂર છે. આ તમામ ગતિવિધિની વચ્ચે આજે સવારે રેન્જ આઈજી અભય ચુડાસમા SP કચેરીમાં આવેલ LCB ઓફિસની મુલાકાત લીધી હતી. આ સાથે અરવલ્લી SP તેમજ જીલ્લાના પોલીસ અધિકારીઓ સમગ્ર તપાસ અને દિશાનિર્દેશ આપી ઝીણવટભરી તપાસના આદેશ આપ્યા હતા.