રીપોર્ટ@મોઢેરા: સૂર્ય મંદિર સોલાર ઉર્જાથી ઝળહળી ઉઠ્યું, સોલાર પ્રોજેક્ટનું ટુંક સમયમાં લોકાપર્ણ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા બેચરાજી તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આગામી સમયમાં ભારતનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ મોઢેરામાં હોવાથી આગામી સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. જેમાં આ પ્રોજેક્ટ થકી મોઢેરા સૂર્ય મંદિર અને ગામમાં આવેલા 1610 પરિવારને સોલાર વીજળી પુરી પાડવામાં આવશે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો મહેસાણા
 
રીપોર્ટ@મોઢેરા: સૂર્ય મંદિર સોલાર ઉર્જાથી ઝળહળી ઉઠ્યું, સોલાર પ્રોજેક્ટનું ટુંક સમયમાં લોકાપર્ણ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

બેચરાજી તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આગામી સમયમાં ભારતનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ મોઢેરામાં હોવાથી આગામી સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. જેમાં આ પ્રોજેક્ટ થકી મોઢેરા સૂર્ય મંદિર અને ગામમાં આવેલા 1610 પરિવારને સોલાર વીજળી પુરી પાડવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના મોઢેરા નજીક સુજાણપુરા ગામમાં સોલાર પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. સમગ્ર ભારતમાં 69 કરોડના ખર્ચે તૈયાર થયેલા સોલાર પ્રોજેક્ટનું સપ્ટેમ્બર માસમાં લોકાર્પણ કરવામાં આવનાર છે. મોઢેરા પાસે આવેલા ત્રણ કિલોમીટર દૂર સુજાણપુરા ગામ ખાતે સોલાર પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે.

રીપોર્ટ@મોઢેરા: સૂર્ય મંદિર સોલાર ઉર્જાથી ઝળહળી ઉઠ્યું, સોલાર પ્રોજેક્ટનું ટુંક સમયમાં લોકાપર્ણ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ પ્રોજેક્ટ દ્વારા મોઢેરા સૂર્યમંદિર પરિસરમાં પણ શૌર્ય ઉર્જાથી રંગબેરંગી રોશની કરવામાં આવી રહી છે. હાલમાં સૂર્યમંદિરને રાત્રી દરમ્યાન શૌર્ય ઉર્જાથી રંગબેરંગી રોશનીથી સજાવવાનો ટ્રાયલ રન ચાલી રહ્યો છે. આ રોશનીથી રાત્રી દરમ્યાન એક અદભુત નજારો જોવા મળ્યો હતો.

રીપોર્ટ@મોઢેરા: સૂર્ય મંદિર સોલાર ઉર્જાથી ઝળહળી ઉઠ્યું, સોલાર પ્રોજેક્ટનું ટુંક સમયમાં લોકાપર્ણ