આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ઉત્તર ગુજરાત ટીમ

(રામજી રાયગોર, અંકુર ત્રિવેદી, દશરથ ઠાકોર, ભુરાજી ઠાકોર, રમેશ વૈષ્ણવ)

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં ગુરૂવાર મોડીરાત્રિથી મેઘરાજાનો બીજો ધમાકેદાર રાઉન્ડ આવ્યો છે. સાર્વત્રિક વરસાદ વચ્ચે હજુ શનિવાર સુધી મેઘરાજા મહેરબાન રહેવાની સંભાવના છે ત્યારે ગંભીર રીપોર્ટ સામે આવ્યો છે. ગત ૧૫ જૂનથી આજે શુક્રવારે સવારે ૬ વાગ્યા સુધી ઉત્તર ગુજરાતમાં 6 તાલુકા હજુ પણ અછત સમાન હોવાનુ સામે આવ્યુ છે. જયાં ચોમાસુ સિઝનનો 6 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં ચોમાસુ શરૂ થયાને બે મહિના પુર્ણ થવા જઇ રહ્યા છે ત્યારે સૌથી વધુ ખુશી સાબરકાંઠા જીલ્લામાં છે. જયાં તમામ તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે. આ સાથે વિસનગર, વડનગર, સાંતલપુર, ચાણસ્મા, શંખેશ્વર અને દાંતીવાડા તાલુકામાં સિઝનનો કુલ વરસાદ 6 ઇંચ પણ ન હોવાનો ડીઝાસ્ટર કચેરી દ્વારા રીપોર્ટ આવ્યો છે. એટલે કે, ભરચોમાસે અને ધોધમાર વરસાદની આગાહી વચ્ચે પણ આ તાલુકાઓ શુક્રવાર સવાર સુધી અછત સમાન મનાય છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના કુલ 46 પૈકી 22 તાલુકામાં 11 ઇંચથી ઓછો વરસાદ જીલ્લા ડીઝાસ્ટર કંટ્રોલમાં નોંધાયો છે. એટલે કે, ઉત્તર ગુજરાતનો અડધોઅડધ વિસ્તારમાં ચોમાસાના મધ્યકાળે અપુરતો વરસાદ હોવાનું સામે આવ્યુ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી પડેલા વરસાદ સામે ઉત્તર ગુજરાત અને કચ્છ જીલ્લામાં અપુરતો કહી શકાય.

કયા તાલુકામાં 10 ઇંચથી ઓછો વરસાદ

લાખણી-8.5
ભાભર-7.91
દાંતીવાડા-5.04
ધાનેરા-9.45
લાખણી-8.5
સુઇગામ-8.04
ડીસા-8.16
કાંકરેજ-6.29
પાલનપુર-9.04
વડગામ- 9.95
પાટણ-9.33
ચાણસ્મા-5.5
હારીજ-7.87
સમી-6.75
શંખેશ્વર-5.33
સાંતલપુર-3.04
કડી-7.37
ખેરાલુ-7.66
વડનગર-5.04
વિસનગર-4.79
બેચરાજી-7.16
જોટાણા-6.45

બનાસકાંઠા જીલ્લામાં કેટલો વરસાદ નોંધાયો 

અમીરગઢ-16.70
દાંતા-13.70
દિયોદર-10.70
લાખણી-8.5
થરાદ-12.70
વાવ-11.12

પાટણ જીલ્લામાં કેટલો વરસાદ નોંધાયો  

સિધ્ધપુર-14.04
સરસ્વતી-10.33
રાધનપુર-10.75

મહેસાણા જીલ્લામાં કેટલો વરસાદ નોંધાયો  

ઉંઝા-11.41
મહેસાણા-13.0
વિજાપુર-13.75
સતલાસણા-13.25

સાબરકાંઠા જીલ્લામાં કેટલો વરસાદ નોંધાયો  

વિજયનગર-42.23
ખેડબ્રહ્મા-50.19
પોશીના-50.90
હિંમતનગર-67.64
પ્રાંતિજ-55.51
ઇડર-44.47
તલોદ-47.53
વડાલી-48.28

અરવલ્લી જીલ્લામાં કેટલો વરસાદ નોંધાયો  

ધનસુરા-19.91
બાયડ-21.87
ભિલોડા-13.37
મેઘરજ-20.62
મોડાસા-15.95
માલપુર-17.08

સુઇગામ તાલુકામાં ગણતરીના કલાકોમાં વરસાદની ફટકાબાજી

દશરથ ઠાકોર

સુઇગામ તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે જુવારનો પાક જમીનદોસ્ત થઇ ગયો છે. ગુરૂવારે મોડી રાત્રિથી શરૂ થયેલા વરસાદ દરમ્યાન ગણતરીના કલાકોમાં ધોધમાર વરસતા જુવારનો પાક મેઘરાજા સામે જાણે નતમસ્તક બન્યો હોય તેમ પાક જમીનને અડી ગયો હતો. જોકે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ વચ્ચે અનેક દિવસોના અંતરાલ બાદ મેઘરાજાની સવારીથી આનંદનો માહોલ બન્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code