રીપોર્ટ@નર્મદા: ચૂંટણી પહેલા રાજકીય ઉથલપાથલ, ચૈતર વસાવાના ખાસ દેવેન્દ્ર વસાવા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ

 
ચૈતર વસવા
ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ધારાસભ્ય ચૈતર વસાવાના ખાસ ગણાતા દેવેન્દ્ર વસાવા પાર્ટીથી નારાજ થયા હોવાની વિગતો જાણવા મળી છે. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને નારાજ હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ઓપરેશન લોટસની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ખાસ ગણાતા દેવેન્દ્ર વસાવા પાર્ટીથી નારાજ હોવાનું સામે આવ્યું છે. ચૂંટણી પહેલા જ નર્મદાના મોટા ગજના નેતા નારાજ થતાં રાજકીય ગરમાવો પ્રસરી ગયો છે. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને પાર્ટીથી નારાજ હોવાની વિગતો સામે આવી રહી છે. હાલમાં તેમનો ફોન પણ બંધ આવી રહ્યો છે. એવી પણ વિગતો જાણવા મળી છે કે, તેઓ ટૂંક સમયમાં ભાજપનો ખેસ ધારણ કરી શકે છે.