રીપોર્ટ@નર્મદા: બે પાર્ટીઓના નેતાઓ વચ્ચે બબાલ થતા રાજકીય માહોલ ગરમાયો, MLA ચૈતર વસાવાની અટકાયત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નર્મદામાં 2 પાર્ટીના નેતાઓ બાખડ્યા હોવાની ઘટના સામે આવી છે. જિલ્લાના ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટી અને ભાજપ નેતા વચ્ચે ઘર્ષણ થયું હતું. બે પાર્ટીઓના નેતાઓ વચ્ચે બબાલ થતા રાજકીય માહોલ ગરમાયો છે. આ મામલે નર્મદામાં ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. ભાજપ નેતા સાથે ઘર્ષણને લઈ અટકાયત થઈ છે. ચૈતર વસાવાના સમર્થકોનો હોબાળો કર્યો છે. ચૈતર વસાવાની અટકાયત સમયે પોલીસની જીપને સમર્થકોએ આડા ઉતરીને રોકી હતી.
મોટી સંખ્યામાં સમર્થકો પોલીસ સ્ટેશનમાં આવી ગાડીની આગળ સૂઈ ગયા હતા.નર્મદા જિલ્લામાં આજે તાલુકા સંકલનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં વરસાદને લઈને ઉદભવેલ સમમસ્યા મામલે પક્ષના નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. આપના ધારાસભ્ય અને ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. નાગરિકોની ફરિયાદને લઈને શરૂ થયેલ ચર્ચા ઉગ્ર બોલાચાલીમાં પરિણમી અને મામલો એટલો વધ્યો કે વાત મારામારી સુધી પહોંચી. આપના ધારાસભ્યએ ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખને મારમાર્યો હોવાનું કથિત સૂત્રોએ જણાવ્યું.