રીપોર્ટ@દેશ: SCનો કેન્દ્રના નિર્ણય પર રોક લગાવવાનો સ્પષ્ટ ઇન્કાર, UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે જ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના આ નિર્ણય પર તાત્કાલિક રોક લગાવવાનો ઇનકાર કર્યો છે જે 15 ઓક્ટોબરથી અમલમાં આવવાનો છે. કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી સોગંદનામું માંગ્યું છે, જેમાં UPI વ્યવહારો પર શુલ્ક લાદવાના નિર્ણય પાછળના કારણો સ્પષ્ટ કરવા જણાવાયું છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર 15 ઓક્ટોબરથી UPI પેમેન્ટ્સ અંગે એક નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. આ નિયમ હેઠળ, રૂ.2000થી વધુના UPI મર્ચન્ટ પેમેન્ટ્સ પર 0.4 %નો MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) વસૂલવામાં આવશે.
આ પગલાને પડકારતી એક અરજી પર આજે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.UPI પેમેન્ટ MDR અંગેના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. કોર્ટે પૂછ્યું કે આ MDRથી વાસ્તવમાં કોને ફાયદો થઈ રહ્યો છે અને શું આ ચાર્જ કોઈ ફી છે કે પછી એક પ્રકારનો ટેક્સ છે. જોકે કોર્ટે નિયમના અમલીકરણ પર કોઈ રોક લગાવી નથી, પરંતુ સરકારને ચાર અઠવાડિયાની અંદર સ્થિતિ સ્પષ્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે UPI MDR અંગે કેન્દ્ર સરકાર અને RBI બંનેને પ્રશ્નો પૂછ્યા અને આ ચાર્જ વિશે વિગતવાર માહિતી માંગી. કોર્ટે પૂછ્યું કે રૂ.2000થી વધુના UPI પેમેન્ટ્સ પર લાદવામાં આવતા આ ચાર્જમાંથી કોણ આવક મેળવશે અને આ પ્રક્રિયામાં કઈ કરદાતા સંસ્થા સામેલ છે.કોર્ટે વધુ પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખ્યું જેના માટે સરકારના જવાબની જરૂર હતી. કોર્ટે પૂછ્યું કે શું MDR એ કોઈ અલગ ફી છે કે ટેક્સ. સરકાર અને મધ્યસ્થ બેંકને MDR માટેના કાનૂની આધારને સમજાવવાનો નિર્દેશ આપતા કોર્ટે પૂછ્યું કે જો રોકડ રકમ એક કરદાતા પાસેથી બીજા કરદાતા પાસે જાય છે, તો તે ચુકવણીનું કાનૂની સ્વરૂપ શું છે?સુપ્રીમ કોર્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પરની સુનાવણી દરમિયાન, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના વકીલે પોતાની દલીલો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવકવેરા કાયદા હેઠળ આ એક માન્ય વ્યવહાર છે. MDR એ ભારત સરકાર દ્વારા લાદવામાં આવતો ચાર્જ નથી. તેના બદલે, તે ફક્ત UPI પેમેન્ટ સેવાઓ પૂરી પાડતા એગ્રીગેટર્સ અને બેંકો દ્વારા જ વસૂલવામાં આવે છે.

