રીપોર્ટ@ઉ.ગુ: આજે 3 જીલ્લામાં નવા 61 દર્દી ઉમેરાયાં, સંક્રમણ તોડવા દોડધામ

અટલ સમાચાર, મહેસાણા ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોય તેમ આજે 3 જીલ્લામાં મળી નવા 61 કેસ નોંધાયા છે. આજે મહેસાણા જીલ્લામાં 27, પાટણ જીલ્લામાં 26 અને બનાસકાંઠા જીલ્લામાં 8 નવા દર્દીનો ઉમેરો થયો છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને
 
રીપોર્ટ@ઉ.ગુ: આજે 3 જીલ્લામાં નવા 61 દર્દી ઉમેરાયાં, સંક્રમણ તોડવા દોડધામ

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબૂ બહાર ગયુ હોય તેમ આજે 3 જીલ્લામાં મળી નવા 61 કેસ નોંધાયા છે. આજે મહેસાણા જીલ્લામાં 27, પાટણ જીલ્લામાં 26 અને બનાસકાંઠા જીલ્લામાં 8 નવા દર્દીનો ઉમેરો થયો છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવા કવાયત હાથ ધરી છે. આ તરફ આજે મહેસાણા જીલ્લામાં નવા 19 દર્દી સાજા થતાં તમામ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણામાં 27 કેસ નોંધાયા

રીપોર્ટ@ઉ.ગુ: આજે 3 જીલ્લામાં નવા 61 દર્દી ઉમેરાયાં, સંક્રમણ તોડવા દોડધામ

મહેસાણા જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 27 કેસ તો સામે 19 દર્દી સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજે મહેસાણા શહેરમાં 4, ઊંઝા શહેરમાં 10, વિસનગર શહેરમાં 3, મહેસાણાના રાધનપુર રોડ પર 2 અને પાંચોટ (OG)વિસ્તારમાં 2, ઊંઝાના કામલીમાં 1, બેચરાજીના મોટપમાં 1, કડીના ગુમાસણમાં 1, બેચરાજીમાં 1, વિજાપુરના ધનપુરામાં 1 અને સતલાસણામાં 1 મળી નવા 27 કેસ નોંધાયા છે.

પાટણ જીલ્લામાં 26 કેસ નોંધાયા

પાટણ જીલ્લામાં આજે કોરોના વાયરસના નવા 26 કેસ નોંધાયા છે. આજે પાટણ શહેરમાં 7, પાટણ તાલુકાના મણુંદ અને હાંસાપુરમાં 1-1, ધારપુર કેમ્પસમાં 2, ચાણસ્મા તાલુકાના મેરવાડાઅને ઝીલીયાવાસણામાં 2-2, સુણસર, રૂપપુર અને સરસાવમાં 1-1, રાધનપુર શહેરમાં 2, તાલુકાના સુબાપુરામાં 2 હારીજ તાલુકાના બોરતવાડામાં 1, હારીજ શહેરમાં 1, સરસ્વતી તાલુકાના ચારૂપમાં 1 અને સમીના જીલવાણામાં 1 મળી નવા 26 કેસ નોંધાયા છે.

બનાસકાંઠા જીલ્લામાં નવા 8 કેસ

બનાસકાંઠા જીલ્લામાં કોરોના સંક્રમણ થોડાક અંશે ઘટ્યુ હોય તેમ આજે માત્ર 8 કેસ નોંધાયા છે. આજે પાલનપુરમાં 6, વડગામમાં 1 અને વાવમાં 1 મળી નવા 8 કેસ નોંધાયા છે. આરોગ્ય તંત્ર દ્રારા કોવિડ ગાઇડલાઇન અંતર્ગત તમામ દર્દીઓના એકદમ નજીકથી અને થોડે દૂરથી સંપર્કમાં આવેલા લોકોને શોધી તેમને ક્વોરેન્ટાઇન કરવા કવાયત હાથ ધરી છે.