આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ગિરીશ જોશી

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા થતી વિવિધ બેઠકો અને કાર્યક્રમો સામે નવીન બાબત બહાર આવી છે. આચાર્ય વર્ગના વિવિધ પ્રશ્નો માટે પરિષદ બોલાવી ચર્ચાનું પ્લેટફોર્મ પૂરું પાડી શકાયું નથી. ખાનગી અને સરકારી કોલેજના આચાર્યને યુનિવર્સિટી જાણે નજીક લાવવા ઈચ્છતી ન હોવાનું મનાઈ રહ્યું છે. ગેટ-ટુ-ગેધરનુ પ્લેટફોર્મ કેમ નથી જાણો….

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વિવિધ સમિતિઓ અલગ અલગ બેઠકો કરતી હોય છે. યુનિવર્સિટી દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો પણ યોજાતા રહે છે. જોકે આચાર્ય વર્ગને યુનિવર્સિટી સંબંધિત પ્રશ્નો અને મૂંઝવણો માટે હજુ સુધી પ્રિન્સિપાલ કોન્ફરન્સનુુ અવકાશ મળ્યું નથી. સુત્રોએ જણાવ્યું હતું કે પ્રિન્સીપાલ કૉન્ફરન્સ અંગે યુનિવર્સિટીમાં કોઈ જોગવાઈ નથી. આથી યુનિવર્સિટીના સત્તાધીશોએ પ્રોએક્ટિવ બની આ વિશે ઉપર ક્યારેય મંથન કર્યું નથી.

સમગ્ર બાબતે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અગાઉ આચાર્ય પરિષદ બોલાવેલી હશે પરંતુ તેની વિગતો યાદ નથી. જોકે હકીકત એવી છે કે ખાનગી કોલેજના સંચાલકો ખૂદ જ સર્વેસર્વા હોવાથી આચાર્યને યુનિવર્સિટીની નજીક આવવાની તક મળતી નથી. ખાનગી કોલેજના આચાર્ય રાષ્ટ્રપતિની જેમ કાગળ ઉપર સહી કરવા પૂરતા મર્યાદિત બન્યા છે.

આચાર્ય પરિષદ કેમ જરૂરી ?

1.આચાર્ય અને યુનિવર્સિટી વધુ નજીક આવી શકે

2.એકસાથે એક જ સ્થળે તમામના પ્રશ્નો ચર્ચાય

3.શૈક્ષણિક મુદ્દે માહિતીનું આદાન-પ્રદાન વધે.

4.કોઈ બાબત છૂપી હોય તો જાહેર થઈ શકે

5.મંતવ્યો આવવાથી શૈક્ષણિક ગુણવત્તા વધે

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code