આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર તાલુકાના ગામે યુવકને શંકાસ્પદ કોરોના વાયરસ હોવાનું સામે આવતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. યુવકને ગળામાં દુખાવો થતો હોઇ તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જો કોરોના હોવાનું માલુમ પડે તો ની સંભાવના પારખી આરોગ્ય વિભાગે આખા પરિવાર માટે ઘરમાં જ વોર્ડ ગોઠવી દીધો છે. આગામી બે દિવસમાં યુવકનો રીપોર્ટ આવવાનો હોઇ શંકાસ્પદ કોરોના હકીકતમાં છે કે કેમ તે માલુમ પડશે. જોકે હાલ જીલ્લા આરોગ્ય આલમ હરકતમાં આવી ગયુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર નજીક કાણોદરના મુસાયબઅલી શેરશિયા ગત દિવસોએ ઇરાનથી પરત ફર્યા છે. વિદેશથી આવ્યા બાદ ગણતરીના દિવસોમાં ગળામાં દુખાવો ઉભો થતાં તાત્કાલિક સારવાર હેઠળ લેવામાં આવ્યા છે. હાલમાં કોરોનાનો આતંક હોઇ પાલનપુર તાલુકા આરોગ્યની ટીમે યુવકની બિમારીનો રીપોર્ટ ચકાસવા કવાયત હાથ ધરી છે. આ દરમ્યાન શંકાસ્પદ કોરોના ધરાવતા યુવકના તમામ પરિજનો માટે પણ ઘરમાં જ વોર્ડ ઉભો કરી તપાસ અને સારવારમાં લેવાયા છે.

File Photo

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠામાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવતાં દોડધામ મચી ગઇ છે. આ દરમ્યાન કોરોના વાયરસ સંબંધી બિમારીઓમાં પણ ગંભીરતા દાખવી દર્દીઓનો રીપોર્ટ ચકાસવા આદેશ થયા છે. કાણોદર સાથે અનેક સ્થળોના રહીશો અગાઉ વિદેશથી પરત ફરેલા હોઇ સામાન્ય બિમારીમાં પણ રીપોર્ટ કરવા અને કરાવવા મથામણ હાથ ધરવામાં આવી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code