રીપોર્ટ@પાટણ: શિક્ષકદિને 11 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન, જિલ્લાના 3 અને તાલુકાના 8 શિક્ષકોનો સમાવેશ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ કોરોના મહામારી વચ્ચે આગામી 5મી સપ્ટેમ્બરે શિક્ષક દીનના દિવસે પાટણ જિલ્લામાં 11 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરી સન્માન કરવામાં આવશે. વિગતો મુજબ આ શિક્ષકોમાં જિલ્લા કક્ષાના 3 અને તાલુકાના 8 શિક્ષકોનો સમાવેશ થાય છે. જિલ્લા કક્ષાના 3 શિક્ષકોની પસંદગી આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ પાટણ જિલ્લામાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ
 
રીપોર્ટ@પાટણ: શિક્ષકદિને 11 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન, જિલ્લાના 3 અને તાલુકાના 8 શિક્ષકોનો સમાવેશ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોના મહામારી વચ્ચે આગામી 5મી સપ્ટેમ્બરે શિક્ષક દીનના દિવસે પાટણ જિલ્લામાં 11 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરી સન્માન કરવામાં આવશે. વિગતો મુજબ આ શિક્ષકોમાં જિલ્લા કક્ષાના 3 અને તાલુકાના 8 શિક્ષકોનો સમાવેશ થાય છે. જિલ્લા કક્ષાના 3 શિક્ષકોની પસંદગી આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ પાટણ જિલ્લામાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત માટે 3 શિક્ષકોની પસંદગી થઈ છે. તમામ 11 શિક્ષકોને 5મી સપ્ટેમ્બરે શિક્ષકદિનના રોજ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લામાં આગામી શિક્ષકદીવસે જીલ્લાના 11 શિક્ષકોનું સન્માન કરવામાં આવનાર છે. જેમાં જિલ્લા કક્ષાના 3 શિક્ષકોમાં માધ્યમિક શિક્ષકની કેટેગરીમાં બી.એમ. હાઇસ્કુલ પાટણના ડો. બ્રિજેશ બી. દવે અને પ્રાથમિક શિક્ષક વિભાગમાં કુંવારા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના બાબુભાઇ.એન.દેસાઈ તેમજ ગણેશપુરા પ્રાથમિક શાળાના કપિલ બી.શુક્લની પસંદગી કરાઈ છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તાલુકા કક્ષાના 8 શિક્ષકોમાં ભલગામા પ્રાથમિક શાળાના જગદીશ બી.ઓઝા, ઘીવટા પ્રાથમિક કન્યા શાળાના જયમાલાબેન એ.પંચાલ, હારીજ તાલુકાના ચાબખા પ્રાથમિક શાળાના રમેશચંદ્ર કે ઠક્કર, સાંતલપુર તાલુકાના હમીરપુરા પ્રાથમિક શાળાના ભરતકુમાર એમ. ચૌધરીની પસંદગી કરાઈ છે. આ સાથે રાધનપુર તાલુકાના જેપી કુમાર શાળાના રમેશચંદ્ર કે.અખાણી, સરકારપુરા પ્રાથમિક શાળાના રત્ના એમ.રાઠોડ, સિદ્ધપુર તાલુકાના દેથળી પ્રાથમિક શાળાના નિરમાબેન જે.પટેલ અને વનાસણ પ્રાથમિક શાળાના શીતલબેન એન.સોલંકીની પસંદગી થઈ છે.