રીપોર્ટ@પાટણ: સાંજે 14 કેસ બાદ 2 ઉમેરાતાં દિવસ દરમ્યાન 16 દર્દી પોઝિટીવ

અટલ સમાચાર, પાટણ(હર્ષલ ઠાકર) પાટણમાં લોકલ સંક્રમણ હવે રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોય તેમ આજે સાંજના સમયે 14 કેસ આવ્યા બાદ મોડીસાંજે બીજા 2 દર્દીઓ ઉમેરાયા હતા. આજે જીલ્લામાં 16 લોકો કોરોના પોઝિટીવ જાહેર થયા છે. જેમાં સૌથી વધુ 11 પુરૂષો અને 5 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલા કેસો પૈકી શહેરી વિસ્તારમાં સૌથી
 
રીપોર્ટ@પાટણ: સાંજે 14 કેસ બાદ 2 ઉમેરાતાં દિવસ દરમ્યાન 16 દર્દી પોઝિટીવ

અટલ સમાચાર, પાટણ(હર્ષલ ઠાકર) 

પાટણમાં લોકલ સંક્રમણ હવે રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોય તેમ આજે સાંજના સમયે 14 કેસ આવ્યા બાદ મોડીસાંજે બીજા 2 દર્દીઓ ઉમેરાયા હતા. આજે જીલ્લામાં 16 લોકો કોરોના પોઝિટીવ જાહેર થયા છે. જેમાં સૌથી વધુ 11 પુરૂષો અને 5 સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલા કેસો પૈકી શહેરી વિસ્તારમાં સૌથી વધુ સંક્રમણ કાબૂ બહાર ગયુ હોવાનું સ્પષ્ટ થયુ છે. આ તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ દરરોજ નવા મહોલ્લાંઓ અને શેરીઓમાં કોરોના ઘુસપેટ કરી રહ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@પાટણ: સાંજે 14 કેસ બાદ 2 ઉમેરાતાં દિવસ દરમ્યાન 16 દર્દી પોઝિટીવ
આજે સાંજના સમયે નોંધાયેલા કેસની વિગત

ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં આજે સાંજના સમયે નવા 14 લોકો કોરોના પોઝિટીવ જાહેર થયા હતા. જે બાદમાં દરરોજની જેમ મોડીસાજં બીજા 2 લોકો પોઝિટીવ જાહેર થતાં જીલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંક 829 પહોંચ્યો છે. આજે પાટણ શહેરમાં 3, તાલુકામાં 3, ચાણસ્મા તાલુકામાં 2, રાધનપુર શહેરમાં 1 અને તાલુકામાં 1, હારીજ શહેરમાં 1 અને હારીજ તાલુકામાં 1, સિધ્ધપુર શહેરમાં 3 અને તાલુકામાં 1 મળી નવા 14 દર્દીઓનો ઉમેરો થયો છે.

રીપોર્ટ@પાટણ: સાંજે 14 કેસ બાદ 2 ઉમેરાતાં દિવસ દરમ્યાન 16 દર્દી પોઝિટીવ
મોડી સાંજે નોંધાયેલા કેસની વિગત

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અનલોક-3 ના પ્રથમ દિવસે પણ જિલ્લાવાસી ઓને કોરોના સંક્રમને લઈ કોઈ જ રાહતના સમાચાર મળ્યા નથી. જિલ્લામાં જે સ્થળે માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન કાર્યરત છે તેમાં મોટેભાગે તમામ સ્થળે જીઆરડી અને હોમગાર્ડઝ જ ફરજ બજાવી રહ્યા છે. આવા ઝોન વિસ્તારમાં લોકડાઉનની ચુસ્ત અમલવારીના નામે અનેક લાપરવાહીઓ રખાતી હોવાનુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે. આથી પાટણ કલેકટર દ્ધારા જિલ્લાના તમામ ઝોનનુ દિવસ અને રાતના સમયે સરપ્રાઈઝ ચેંકીંગ કરવા પોલીસ અને આરોગ્યના અધિકારીઓને કડક સુચન કરે તે જરૂરી છે.