આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

આજે સરસ્વતી તાલુકાના દેલિયાથરાની મહિલા દર્દીના 25 વર્ષિય પુત્રનો કોરોના ટેસ્ટ પોઝીટીવ

પાટણ જીલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 20 કેસ સામે આવતા ચિંતાજનક સ્થિતિ બની છે. ગઇકાલ સુધી 19ના આંકડા વચ્ચે આજે સરસ્વતી તાલુકામાં એક નવો કેસ આવતા જીલ્લામાં કુલ 20 કેસ પોઝિટીવ છે. આજે સરસ્વતી તાલુકાના દેલિયાથરાની મહિલા દર્દીના પુત્રનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે ચાણસ્મામાં પણ પોઝિટીવ કેસ સામે આવતાં તંત્ર સાબદુ બન્યુ છે. તંત્ર દ્રારા ચાણસ્મા તાલુકાના 13 અને સરસ્વતી તાલુકાના 24 સહિત જિલ્લામાં કુલ ૯૩ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના દેલીયાથરા વિસ્તારની 55 વર્ષિય મહિલાનો COVID 19 ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ આ મહિલાના 25 વર્ષિય પુત્રનો ટેસ્ટ પણ પોઝીટીવ આવ્યો છે. જેના પગલે જિલ્લામાં COVID 19 પોઝીટીવ કેસની સંખ્યા કુલ 20 થવા પામી છે. સરસ્વતી તાલુકાના 2 ગામોમાં આરોગ્ય વિભાગની 18 ટીમ, સિદ્ધપુર તાલુકાના 4 ગામોમાં 22 ટીમ અને ચાણસ્મા તાલુકાના ગામના પરા વિસ્તારમાં 2 ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.શંકાસ્પદ કોરોના વાયરસના સંક્રમણની શક્યતાઓ ધરાવતા કુલ 93 વ્યક્તિઓને સરકારી ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં રાખવામાં આવ્યા છે. જેમાં નર્સિંગ કોલેજ-સિદ્ધપુર ખાતે 13, ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર-કુણઘેર ખાતે 43, પ્રાથમિક શાળા નં.1-ચાણસ્મા ખાતે 13 તથા મોડેલ સ્કુલ-વાગડોદ ખાતે 24 વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસના નિદાન માટે અત્યાર સુધીમાં કુલ 414ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પૈકી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે 254, કોવીડ કેર સેન્ટર-દેથળી ખાતે 114, કોવીડ હેલ્થ સેન્ટર-રાધનપુર ખાતે 28, જનતા હોસ્પિટલ-પાટણ ખાતે 16, યુ.એન.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઑફ કાર્ડીયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર ખાતે 1 તથા સિવીલ હોસ્પિટલ-અમદાવાદ ખાતે 1 વ્યક્તિઓના ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં નોંધાયેલા COVID 19ના કુલ 20 કેસ પૈકી 06 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, 1 દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે જ્યારે 13 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

પાટણ જીલ્લામાં અત્યાર સુધી પોઝિટીવ નોંધાયેલ કેસની વિગત

સિધ્ધપુર તાલુકો:

  • સિદ્ધપુર શહેરમાં 2 કેસ
  • નેદ્રા ગામમાં 12
  • તાવડીયા ગામમાં 1
  • ઉમરૂ ગામમાં 1

સરસ્વતી તાલુકો:

  • ભીલવણ ગામમાં 1
  • દેલીયાથરા ગામમાં 2 કેસ

ચાણસ્મા તાલુકો:

  • શહેરના કોટાવડીયાપરા વિસ્તારમાં 1 કેસ

જિલ્લામાં COVID19 ના કુલ 20 કેસ નોંધાયા

  • જિલ્લાના કુલ 20 કેસ પૈકી 06 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે
  • 1 દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યુ
  • 13 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code