રિપોર્ટ@પાટણ: કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત 21ની ધરપકડ, જાણો સમગ્ર મામલો
![ધારાસભ્ય](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/289d8aa7208792fd855d1fbdf665f1ad.jpg)
આ ઘટનામાં આગળની તપાસ ચાલુ છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં દારૂકાંડ મામલે જાહેરનામાનો ભંગ કરી ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસ દ્વારા 12 આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી.આજે ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આગેવાનો પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા અને 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારુ કાંડ બાદ કોંગ્રેસ NSUI અને ધારાસભ્ય કિરીટ પટેલની ભૂખ હડતાળ બાદ હંગામા મામલે ધારાસભ્ય કિરીટ પટેલ, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા પ્રમુખ ઘેમરભાઇ દેસાઇ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બોય્ઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ ઝડપાઇ હતી. બાસ્કેટબોલના ખેલાડીઓ સ્પોર્ટ્સ સંકુલ ખાતે દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. જોકે, તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નહતી.
HNGUમાં વિવિધ મુદ્દાને લઇને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કકવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો જ્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે પોલીસે મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન પોલીસ અને ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના સમર્થકો સાથે ઝપાઝપી તેમજ ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.