રીપોર્ટ@પાટણ: એજન્ટો 7 હજારમાં બોર્ડર ક્રોસ કરાવે છે, બાંગ્લાદેશી મહિલાઓનો મોટો ઘટસ્ફોટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમા ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓને હાંકી કાઢવા માટે કવાયત તેજ કરી દેવાઈ હતી. ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધવામાં આવી રહ્યાં છે અને તેમની સામે કાર્યવાહી કરાઈ રહી છે. પાટણ પોલીસે પકડેલા એક બાંગ્લાદેશી નાગરિકે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. પાટણમાં પકડાયેલા બાંગ્લાદેશી મહિલાઓએ મોટો ઘટસ્ફોટ કર્યો હતો.
પશ્ચિમ બંગાળની સરહદથી એજન્ટો બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં ઘૂસાડે છે અને ત્યાર બાદ ગુજરાત સહિતના રાજ્યોમાં મોકલવામાં આવે છે. પાટણ જીલ્લા પોલીસની છેલ્લા 5 દિવસની તપાસમાં આ ઘટસ્ફોટ થયો છે.પાટણ પોલીસ છેલ્લા પાંચ દિવસથી બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસમાં લાગી હતી. આ દરમિયાન પાટણ પોલીસે કેટલીક બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી હતી. આ મહિલાઓની પુછપરછમાં સમગ્ર ઘટસ્ફોટ થયો હતો.
મહિલાઓએ પોલીસને જણાવ્યું હતું કે, એજન્ટો બાંગ્લાદેશી લોકોને 7 હજાર રૂપિયામાં બોર્ડર તેમજ નદી પાર કરાવી પશ્ચિમ બંગાળથી ભારતમાં ઘૂસાડે છે.પાટણ જીલ્લા પોલીસે પકડેલી બાંગ્લાદેશની શકમંદ મહિલાઓની તપાસ હવે પોલીસની સાથે અન્ય એજન્સીઓ પણ કરશે. જેમાં પાટણ પોલીસની સાથે બીએસએફ, રો સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબી પણ જોડાશે. રાજ્યમાં ઠેર ઠેર ઘૂસેલા બાંગ્લાદેશીઓને પકડવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે.