રિપોર્ટ@પાટણ: યુનિવર્સિટીની કોલેજોમાં ઇન્સ્પેક્શન કરનારા કેટલાક સભ્યો મોટા કવર માંગતા હોવાની ફરિયાદ

 
યુનિવર્સિટી
વાતને ઢાંકવા અન્ય સંચાલકો તરત વચ્ચે કૂદી પડીને ફરીયાદ કરનારા સંચાલકને ચૂપ કરાવી દીધો હતો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન સેલ્ફ ફાઈનાન્સ કોલેજને સંચાલક મંડળના પ્રતિનિધિઓ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને મળી યુનિવર્સિટી દ્વારા વિવિધ હેડ નીચે સેલ્ફ ફાઈનાન્સ કોલેજો પાસેથી લેવામાં આવતી નાણાંકીય ફીની રકમમાં ઘટાડો કરવા અને કેટલીક બાબતોમાં ફી રદ કરવા તેમજ અન્ય વહિવટી બાબતોને લઈ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

સૌથી વધુ ચર્ચીત મુદ્દો રહ્યો હતો કે, એક કોલેજના સંચાલકે ઈન્સપેક્શન કરવા આવતી એલઆઈસી કિમટીના કેટલાક સભ્યો મોટા કવર માંગતા હોવાની ફરીયાદ કરી દીધી હતી. આ વાતને ઢાંકવા અન્ય સંચાલકો તરત વચ્ચે કૂદી પડીને ફરીયાદ કરનારા સંચાલકને ચૂપ કરાવી દીધો હતો. પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ અભ્યાસક્રમો ચલાવતા સંચાલક મંડળના પ્રતિનિધિઓ દ્વારા યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કિશોર પોરીયાને રૂબરૂ મળી વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ માગ કરવામાં આવી છે.