રિપોર્ટ@પાટણ: કંટ્રોલરૂમમાં એક જ સપ્તાહમાં હોર્ડીંગ અને પોસ્ટર સંબધિત ચૂંટણીલક્ષી 28 ફરીયાદો મળી

 
પાટણ સેવાસદન

તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા જણાવવામાં આવ્યું છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

લોકસભા ચૂંટણી-2024 જાહેર થતા જ જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે.તેનો અમલ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયનના માર્ગદર્શન અને સૂચના અન્વયે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર નજર રાખવા જિલ્લામાં ફ્લાઈગ સ્કવોર્ડ ટીમ, વીડિયો સર્વેલન્સ ટીમ, વીડિયો વ્યુઇંગ ટીમ, એકાઉન્ટીંગ ટીમ, એમસીસી, એમ.સી.એમ.સી વગેરે ટીમો કાર્યરત છે.

જિલ્લામાં કંન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયા બાદ એક સપ્તાહમાં હોર્ડીંગ અને પોસ્ટર સંબધિત ચૂંટણીલક્ષી 28 ફરીયાદો મળી છે. જેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા જણાવવામાં આવ્યું છે.ચૂંટણી જાહેર થતા જ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો ભંગ થતો જણાય તો લોકો તેની ફરિયાદ સરળતાથી કરી શકે તે માટે જિલ્લાકક્ષાએ ચૂંટણી સંબંધી ફરિયાદ નિવારણ માટે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા કંન્ટ્રોલ રૂમ નંબરઃ- ટોલ ફ્રી નંબર-1800-233-2357 અને જિલ્લા ડિસ્ટ્રીકટ કોન્ટેક્ટ સેન્ટર (DCC) હેલ્પલાઈન નંબરઃ- 1950 પર સંપર્ક સાધી શકાશે. જિલ્લામાંથી નાગરિકો, મતદારો, રાજકીય પક્ષો, ઉમેદવારો વગેરે દ્વારા મળતી ફરીયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે.