આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ (હર્ષલ ઠાકર)

લોકડાઉન પાર્ટ-4 નાં બીજા દિવસે પણ પાટણ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. ગઇકાલે કોરોના પોઝિટીવનાં નવાં 4 કેસ નોંધાવા પામ્યા છે. આમ,કોરોના પોઝિટીવ કેસોની શરુ થયેલી વણથંભી વણઝાર બંધ થવાનુ નામ નથી લઈ રહી તે એક ચિંતાની બાબત છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના ના કારણે 3 નાં મોત નિપજ્યાં છે તો કોરોના વાયરસના કુલ 55 કેસ સામે આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ ભયજનક રીતે આગળ વધી રહ્યો છે. જિલ્લામાં સતત નવ દિવસથી કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. ગઇકાલે કેસ નોંધાયા છે તેમાં પાટણની ધનોજીયા પાડા, બુકડીમાં રહેતી 48 વર્ષિય મહિલા, સરસ્વતિ તાલુકાનાં સાગોડીયા ગામમાં રહેતી 23 વર્ષિય યુવતી અને 45 વર્ષિય મહિલા સહિત 50 વર્ષિય આધેડ પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટીવ નોંધાયેલ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સરસ્વતિ તાલુકાના નાનકડા સાગોડીયા ગામ માં એક સાથે ૩ કોરોના પોઝિટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયુ છે. આરોગ્ય તંત્ર દ્રારા કોરોના પોઝિટીવ સંક્રમણ શોધવા ગતિવિધી તેજ કરી છે. નોંધનિય છે કે, આગામી 31મી મે સુધી લોકડાઉન પાર્ટ-4 રહેનાર છે ત્યારે તેનાં પ્રથમ દિવસે જ પાટણ જિલ્લામાં જે કોરોના પોઝિટીવ કેસ નો રાફડો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિ જોતાં રાજ્ય અને કેન્દ્ર સરકાર નિયમોને હળવા કરી જે છૂટછાટ આપવાની તૈયારી કરી રહી છે તે બાબત પાટણ જિલ્લા માટે આગામી સમયે અલગ જ ચોંકાવનારા પરિણામો લાવશે તેવી ભીતી સેવાઈ રહી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code