રીપોર્ટ@પાટણ: મેડિકલ હોસ્પિટલનું હેવી બિલ્ડિંગ ખંડેર, કરોડોનો ખર્ચ નિષ્ફળ

અટલ સમાચાર, પાટણ પાટણ નજીક ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બાબતે અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. હોસ્પિટલના પરિસરમાં આવેલ વિવિધ બિલ્ડિંગ પૈકી G નંબરનો તોતિંગ બ્લોક ખંડેર તરફ જઇ રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કરોડોના ખર્ચે ઉભું કરેલ બિલ્ડિંગ અને તેના સાધનો મૃતપાય થઇ રહ્યા છે. ડોક્ટરોના અભાવે આખો બ્લોક દિવસે પણ ડરામણો
 
રીપોર્ટ@પાટણ: મેડિકલ હોસ્પિટલનું હેવી બિલ્ડિંગ ખંડેર, કરોડોનો ખર્ચ નિષ્ફળ

અટલ સમાચાર, પાટણ

પાટણ નજીક ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બાબતે અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે. હોસ્પિટલના પરિસરમાં આવેલ વિવિધ બિલ્ડિંગ પૈકી G નંબરનો તોતિંગ બ્લોક ખંડેર તરફ જઇ રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કરોડોના ખર્ચે ઉભું કરેલ બિલ્ડિંગ અને તેના સાધનો મૃતપાય થઇ રહ્યા છે. ડોક્ટરોના અભાવે આખો બ્લોક દિવસે પણ ડરામણો હોવાની પ્રતિતિ થઇ રહી છે. ભાગ્યે જ જવાબદારો મુલાકાત લેતાં હોઇ દિવસે પણ વિજળીનો વ્યય ખુલ્લો પડ્યો છે.

રીપોર્ટ@પાટણ: મેડિકલ હોસ્પિટલનું હેવી બિલ્ડિંગ ખંડેર, કરોડોનો ખર્ચ નિષ્ફળ

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રીપોર્ટ@પાટણ: મેડિકલ હોસ્પિટલનું હેવી બિલ્ડિંગ ખંડેર, કરોડોનો ખર્ચ નિષ્ફળ

પાટણ જીલ્લાના ધારપુર ગામે આવેલી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સત્તાધિશો માટે ચોંકાવનારો ખુલાસો થયો છે. નામ બડે દર્શન ખોટે જેવી કહેવતને સાર્થક કરતી હકીકતો બહાર આવી છે. હોસ્પિટલમાં સમાવિષ્ટ કુલ 8 પૈકી અનેક બ્લોક શરૂઆતથી જ ધૂળ ખાઇ રહ્યા છે. બિલ્ડિંગ પરિસરની અટલ સમાચાર ડોટ કોમ દ્રારા મુલાકાત લેતા G નામનો બ્લોક ધોળા દિવસે ડરાવી દે તેવો અનુભવ કરાવી રહ્યો છે. ભયંકર ગંદકી, પક્ષીઓની પાંખો, અઢળક ધૂળ વચ્ચે કટાઇ જતા સાધનોથી આખો બ્લોક ખંડેર ઇમારત તરફ પ્રયાણ કરી રહ્યો છે.

રીપોર્ટ@પાટણ: મેડિકલ હોસ્પિટલનું હેવી બિલ્ડિંગ ખંડેર, કરોડોનો ખર્ચ નિષ્ફળ

G નામના બ્લોકના દરેક માળ સ્વચ્છ ભારત અભિયાન વચ્ચે સત્તાધિશોની જવાબદારી સામે ગંભીર સવાલો ઉભા કરી રહ્યા છે. સૌથી મોટી વાત સામે આવી કે, G નામનો બ્લોક બન્યો ત્યારથી બિનઉપયોગી હોઇ કરોડોનો ખર્ચ શરૂઆતથી જ પાણીમાં ગયો છે. ઘોળા દિવસે પણ અનેક રૂમમાં વર્ષોથી લાઇટ ચાલુ હોવાનું સામે આવતાં રખરખાવ નિષ્ફળ ગયો છે. બિલ્ડિંગની ભયાનકતા ત્યારે સામે આવી જ્યારે દર્દીઓની સારવાર માટે કરેલ કરોડોનો ખર્ચ ડોક્ટરોના અભાવે નિષ્ફળ ગયો છે.

રીપોર્ટ@પાટણ: મેડિકલ હોસ્પિટલનું હેવી બિલ્ડિંગ ખંડેર, કરોડોનો ખર્ચ નિષ્ફળ

દર્દીઓ આવી શકે, બિલ્ડિંગ અને સાધનો છે, પરંતુ ડોક્ટરો નથી: ડીન

ધારપુર મેડિકલ હોસ્પિટલના ડીન યોગેન્દ્ર ગૌસ્વામીએ જણાવ્યુ હતુ કે, ડોક્ટરોની અત્યંત ઘટ વચ્ચે અનેક બ્લોક અને તેના કેટલાક માળ બિનઉપયોગી રહ્યા છે. આથી સોસાયટીના કહ્યા મુજબ ઉપયોગમાં ન આવતાં બિલ્ડિંગ માટે ખર્ચ કરવાનું ટાળી રહ્યા છે. બિલ્ડિંગ અને સાધનોની સગવડ વચ્ચે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી શકે પરંતુ સારવાર કરનાર ડોક્ટરોના અભાવે સાધનો અને બિલ્ડિંગ ઉપયોગમાં આવતા નથી.

રીપોર્ટ@પાટણ: મેડિકલ હોસ્પિટલનું હેવી બિલ્ડિંગ ખંડેર, કરોડોનો ખર્ચ નિષ્ફળ

બિલ્ડિંગના દ્રશ્યોથી ઉભા થતાં સંવેદનશીલ સવાલો

  • જો સારવાર માટે પુરતી કામગીરી થઇ શકતી ન હતી તો બિલ્ડિંગનો ખર્ચ કેમ કર્યો ?
  • બિલ્ડિંગ પાંચ વર્ષથી વધુ સમયથી બિનઉપયોગી હોઇ તેનો ખર્ચ નિષ્ફળ કેમ નહિ ?
  • દર્દીઓ માટે બિલ્ડિંગનો ઉપયોગ થઇ શકે છતાં પુર્તતા કેમ ન કરી ?
  • જો પુર્તતા થઇ શકતી નથી તો કરોડો ખર્ચ કેમ ?

રીપોર્ટ@પાટણ: મેડિકલ હોસ્પિટલનું હેવી બિલ્ડિંગ ખંડેર, કરોડોનો ખર્ચ નિષ્ફળ

બિલ્ડિંગનો ગેરકાનુની ઉપયોગ થવાની સંભાવના

મેડિકલ હોસ્પિટલના પરિસરમાં આવેલ બિનઉપયોગી બ્લોક વધુ એક બાબતે પણ ડરાવી રહ્યા છે. ખાસ કરીને G નામનો તોતિંગ બ્લોક મુલાકાત દરમ્યાન ઘડીભર ખોવાઇ જાઓ તેવો વિશાળ છે. ખુલ્લા બ્લોકમાં ગમે ત્યાં જઇ શકાતું હોઇ અનૈતિક સહિતના ગેરકાયદેસર કૃત્યો માટે મોકળું મેદાન સાબિત થઇ શકે છે. કોઇને ગંઘ સુધ્ધાં ન આવે તે રીતે બ્લોકમાં જઇ ખોટા કૃત્યો કરી બિન્દાસ્ત પરત આવી શકે તેવી પરિસ્થિતિનો ઘટસ્ફોટ થયો છે.

રીપોર્ટ@પાટણ: મેડિકલ હોસ્પિટલનું હેવી બિલ્ડિંગ ખંડેર, કરોડોનો ખર્ચ નિષ્ફળ