રીપોર્ટ@પાટણ: સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા, નદીકિનારે આવેલા 23 ગામોમાં ખેતી માટે લાભ થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પાટણ તેમજ આસપાસના વિસ્તારોમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસદાના પગલે નદીઓમાં પાણીની આવક જોવા મળી છે. પાટણની સરસ્વતી નદીમાં નવા નીરની આવક જોવા મળી છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નવા નીરની આવક થઈ છે. નદી કિનારેના 23 ગામના ખેડૂતોને લાભ થશે.
ગઈકાલે સિદ્ધપુરની કુંવારીકા સરસ્વતી નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નીર આવ્યા હતા. બનાસકાંઠાની અમરદશી અને મોહિણી નદીના નીર સરસ્વતી નદીમાં આવ્યા છે. સરસ્વતી નદીમાં નીર આવવાથી નદી કિનારે આવેલા 23 ગામોમાં ખેતી માટે લાભ થાય છે.બનાસકાંઠા તેમજ આસપાસના વિસ્તારમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. નદીઓમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. સરસ્વતી નદીમાં નવા નીર આવતા પવિત્ર શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુંઓ ધાર્મિક વિસર્જન કરી શકશે.