આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોનાકાળ વચ્ચે આજે પાટણ જીલ્લા પંચાયતમાં બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠક મળી હતી. જીલ્લા પંચાયતના મહિલા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા બાળકોના અધિકારો અને રક્ષણ માટે કરવામાં આવેલી વિવિધ પ્રકારની કામગીરીના વિગતવાર અહેવાલો રજુ કરવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લા પંચાયત ખાતે આજે જીલ્લા બાળ સુરક્ષા સમિતિની ત્રિમાસિક બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સંકલિત બાળ સુરક્ષા યોજના તથા જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ અન્વયે બાળકોની કાળજી, સંભાળ અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોના અધિકારોના રક્ષણ માટે ખાસ ગ્રામ્ય, તાલુકા તથા જિલ્લા લેવલે અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિએ જિલ્લા બાળ સુરક્ષા દ્વારા બાળકોના અધિકારો અને રક્ષણ માટે કરવામાં આવેલી વિવિધ પ્રકારની કામગીરીના વિગતવાર અહેવાલો રજુ કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા બાળકોના અધિકારો માટે કરેલી કામગીરીની પ્રશંસા કરતાં અધ્યક્ષ દ્વારા કોરોના મહામારી અંતર્ગત નિરાધાર બનેલા બાળકો માટે સરકારની વિવિધ યોજનાઓનો ઝડપથી લાભ આપવા સુચન કર્યું હતું. આ બેઠકમાં નાયબ કલેક્ટર એન.એસ.ડિયા, જિલ્લા શ્રમ અધિકારી(ઉદ્યોગ), કાર્યપાલક ઈજનેર(પંચાયત), જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, ચાઈલ્ડ લાઈન ટીમ મેમ્બર તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ પાટણની ટીમ ઉપસ્થિત રહી વધુમાં વધુ કાળજી, સંભાળ અને રક્ષણની જરૂરીયાતવાળા બાળકો સુધી પહોંચી બાળકોનું શ્રેષ્ઠ હિત જળવાય તે માટે લોકોની ભાગીદારી મેળવવાના પ્રયાસો કરવાની નેમ વ્યક્ત કરી હતી.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code