આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,પાટણ  

પાટણ જીલ્લામાં એરંડાના ભાવમાં તબક્કાવાર કડાકો થઇ રહ્યો હોઇ ખેડૂતો નિરાશ થયા હોવાનું સામે આવ્યુ છે. એરંડાના ભાવ અગાઉની સરખામણીએ ઘટતાં જતાં હોઇ ખેડૂતોમાં ભારેખમ ઉચાટની સ્થિતિ ઉભી થઇ છે. એરડાંના પ્રતિમણ ભાવ 700થી 750 સુધી આવી જતાં ખેડૂત આલમમાં વેચાણને લઇ ભારે મુંઝવણ ઉભી થઇ છે. કેટલાક દિવસો અગાઉ મળેલ 900થી 1000નો ભાવ અદ્રશ્ય થઇ જતાં અનેક સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ એરંડાનું ઉત્પાદન લેતાં જીલ્લાઓમાં પાટણનો સમાવેશ છે. ચાલુ વર્ષે સારા વરસાદથી ખેડૂતોએ એરંડાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ પરંતુ પોષણક્ષમ ભાવ નહિ મળતાં પરિસ્થિતિ વિકટ તરફ જઇ રહી છે. એરંડાની આવક શરૂ થતાંના અગાઉ ગંજબજારમાં 900થી 1000નો ભાવ ચાલી રહ્યો હતો. જોકે માર્કેટમાં એરંડાના વેચાણમાં વધારો થતો ગયો તેમ-તેમ ભાવમાં ગાબડું પડવાનું શરૂ થયુ છે. પ્રતિમણના રૂ.900 પછી તબક્કાવાર ઘટાડો થતાં હવે  700થી 750 સુધી આવી ગયા છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાટણ સહિત હારીજના માર્કેટયાર્ડમાં ત્રણ મહિના પહેલા એરંડાના ભાવ પ્રતિમણ 1000થી 1100 રૂપિયા સુધી હતા. જોકે હાલ એરંડાની આવક શરૂ થતાં જ તેનો ભાવ મહત્તમ 750થી 800 સુધી થઈ ગયો છે. અગાઉના મહિનાઓની સરખામણીએ અત્યાર સુધીમાં એરંડાના ભાવમાં સરેરાશ રૂ.300થી 400 જેટલો ઘટાડો નોંધાયો છે. જેનાથી સ્થાનિક ખેડૂતો ભારે આશામાં નીચા ભાવે એંરડા વેચવા મજબૂરીની સ્થિતિ વચ્ચે આવ્યા છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code